Western Times News

Gujarati News

ડો. પ્રશાંત પટેલના પુસ્તક ‘રુમઝૂમ વાગે ઘૂઘરા’ નું વિમોચન થયું

(પ્રતિનિધિ)વિરપુર, મહીસાગર જિલ્લાના રતનકુવા ગામના અને હાલમાં ગાંધીનગરના બાળ વિશ્વવિદ્યાલયમાં એસોસિએટ પ્રોફેસર તરીકે કાર્યરત ડો. પ્રશાંત પટેલના સંશોધિત- સંપાદિત પુસ્તક ‘રૂમઝૂમ વાગે ઘૂઘરા’ (મધ્ય ગુજરાતનાં લોકગીતો)નું પ્રવાસન અને સાંસ્કૃતિક મંત્રી મૂળુભાઈ બેરા અને ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ ભાગ્યેશ જ્હાના હસ્તે વિમોચન થયું આ પુસ્તક ગુજરાત સાહિત્ય અકાદમી અનુદાનિત શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર, સૌરાષ્ટ્ર યુનિ. રાજકોટ દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યું છે  આ પ્રસંગે શ્રી ભાગ્યેશ જ્હા દ્વારા મંત્રીશ્રીને લોકસાહિત્યના આ મહત્વના કાર્યથી અવગત કરવામાં આવ્યાં. આ વિમોચનમાં ડો. રાજેશ મકવાણા, ડો. અજયસિંહ ચૌહાણ અને ડો. નરેન્દ્ર વસાવા હાજર રહ્યાં હતાં.

ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના પાંચ જિલ્લાઓ (મહીસાગર, પંચમહાલ, ખેડા, આણંદ અને વડોદરા) માં ગવાતાં લોકગીતોનું આ પ્રથમ પુસ્તક છે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં ડો. પ્રશાંત પટેલે મધ્ય ગુજરાતનો ભૌગોલિક પરિચય આપીને એની સાંસ્કૃતિક ભૂમિકા રજૂ કરવાની સાથે લોકગીતોનો અભ્યાસ આપ્યો છે. આ ઉપરાંત લોકગીતોને જીવનચક્ર અને ઋતુચક્રના આધારે વિભાગીકરણ કર્યું છે. એમાં એના પેટાવિભાગ પણ આપ્યા છે. એ રીતે આ લોકસાહિત્યની વૈજ્ઞાનિક પધ્ધતિએ થયેલું સંશોધન-સંપાદન છે. વિદ્યાર્થીઓ, અધ્યાપકો, અભ્યાસીઓને ઉપયોગી થાય એવું આ મહત્વનું પુસ્તક છે. આપણી વિસરાતી જતી વિરાસતને આ પુસ્તકમાં સાચવી લેવામાં આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.