Western Times News

Latest News in Gujarat

નિત્યાનંદ આશ્રમના સંચાલકોએ ધમકી આપતાં જનાર્દન શર્માના પરિવારને પોલિસ રક્ષણ અપાયું

આશ્રમમાંથી લાપતા નંદીતાની સઘન શોધખોળ

અમદાવાદ: છેલ્લાં ચાર દિવસથી અમદાવાદ શહેરનાં હાથીજણ વિસ્તારમાં આવેલાં નિત્યાનંદનો આશ્રમ વિવાદમાં સપડાયેલો છે. જેનાં પરીણામે રાજ્યના ગૃહવિભાગે પણ યુવતી ગુમ થવાનાં મુદ્દે સઘન તપાસ કરવાનો આદેશ આપતાં પોલીસ તંત્ર સક્રિય બન્યું છે અને ગઈકાલ સાંજથી વ્યાપક દરોડાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જેમાં હાથીજણ આશ્રમથી ૬ કિલોમીટર દૂર આવેલાં પુષ્પમ સીટીના બે મકાનમાં દરોડા પાડવામાં આવતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે.

જાકે હજુ સુધી લાપતાં નંદીતાનો પત્તો લાગ્યો નથી. જેના પરીણામે આજે પોલીસ તંત્ર દ્વારા સમગ્ર આશ્રમમાં સર્ચ ઓપરેશન સહિત  મહત્વપૂર્ણ  કામગીરી કરવામાં આવે તેવું મનાઈ રહ્યું છે. બીજી બાજુ ગઈકાલે આ મુદ્દે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં આશ્રમના સંચાલકો વિરુદ્ધ ગંભીર પ્રકારની કલમો લગાડવામાં આવી છે. ચોંકાવનારી બાબત એ છે કે નંદીતાની મોટી બહેનનો પણ છેલ્લાં ત્રણ વર્ષથી કોઈ સંપર્ક થઈ શક્યો નથી. જેની પણ તપાસ શરૂ કરવામાં આવનાર છે.

શહેરનાં હાથીજણ પાસે આવેલાં દક્ષિણ ભારતનાં ચર્ચાસ્પદ નિત્યાનંદના આશ્રમમાં છેલ્લાં દોઢ મહિનાથી દક્ષિણ ભારતનું જ એક દંપતિ પોતાના સંતાનોને મળવા માટે રઝળપાટ કરતું હતું. પરંતુ આશ્રમના સંચાલકો તેમને મળવા દેતા નહોતા. જેના પરીણામે આખરે પરીવારે રાજ્ય સરકારના સંબંધિત વિભાગોની મદદ માંગતા આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ચાઈલ્ડ વેલ્ફેર કમિટી ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા શરૂ કરાયેલી કામગીરીના પગલે આશ્રમમાં સંચાલકોની મનમાની છતાં પરીવારને તેમાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો અને સગીર વયનાં એક બાળક અને એક બાળકીનો કબજા તેમને સોંપવામાં આવ્યો છે.

જાકે હજુ પણ તેમની બે પુત્રીઓનો કોઈ પત્તો લાગ્યો નથી.  આ દંપતીની મોટી પુત્રીનો છેલ્લા ત્રણ વર્ષથી કોઈ સંપર્ક સાધી શકાયો નથી. જ્યારે બીજા નંબરની પુત્રી નંદીતા તાજેતરમાં જ પુખ્ય વયની થઈ છે. પરંતુ તેણે તાજેતરમાં એક વીડિયો અપલોડ કર્યાે હતો. આ વીડિયો જાઈ દંપતી ચોંકી ઉઠ્યો છે. અને તેમણે નંદીતા અંગે આશ્રમના સંચાલકો પ્રાણપ્રિય તથા પ્રિય તત્ત્વને  પૂછતાં તેઓએ સ્પષ્ટપણે જણાવી દીધું હતું કે આશ્રમમાં નંદીતા છે નહીં. જેનાં પરીણામે દંપતીએ ભારે રો કકડ કરી મૂકી હતી.

નંદીતાની મોટી બહેનનો ત્રણ વર્ષથી કોઈ પત્તો નથી :  નિત્યાનંદના આશ્રમમાંથી લાપતા બનેલા નંદીતા તાજેતરમાં જ પુખ્ય વયની બનેલી છે. પરંતુ તેના માતા-પિતાની ફરિયાદ બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. અને આજ સુધીમાં મહ¥વપૂર્ણ કામગીરી શરૂ કરવામાં આવનાર છે. આ દંપતીને કુલ ચાર સંતાન છે. જેમાંથી સગીર વયનો બાળક અને બાળકીનો કબજા તેમને સોંપી દેવામાં આવ્યો છે. જ્યારે નંદીતા હજુ લાપતા છે. નંદીતાથી મોટી પણ એક બહેન છે. જે નિત્યાનંદ આશ્રમમાં જ રહેતી હતી. પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી તેનો પણ કોઈ પત્તો લાગ્યો નથી અને તેનો સંપર્ક પણ થઈ શકતો નથી. આ અંગે પણ દંપતીએ ચિંતા વ્યક્ત કરી છે. જાકે પોલીસ સૌથી મોટી પુત્રી અંગે પણ આશ્રમના સંચાલકો પાસેથી માહિતી મેળવી રહી છે. જાકે હાલમાં તમામ મુદ્દાઓ ઉપર આશ્રમના સંચાલકો પોલીસને સહકાર આપતાં નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે.

નંદીતાના ફેસબુક એકાઉન્ટના આધારે સાયબર સેલે શરૂ કરેલી તપાસ: હાથીજણ સ્થિત  નિત્યાનંદના આશ્રમમાંથી લાપતા બનેલી નંદીતાની શોધખોળ ચાલી રહી છે. પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યો છે. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. ગઈકાલે મોડી રાત સુધી બે ફ્લેટોમાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ નંદીતા મળી નહીં આવતાં આખરે પોલીસ અધિકારીઓએ આશ્રમના સંચાલકો પ્રાણપ્રિય અને પ્રિય તત્ત્વની  પૂછપરછ શરૂ કરી છે. ૧૫ દિવસ પહેલાં નંદીતાએ એક પોસ્ટ શેર કરી હતી. અને આ વીડિયો પણ પોલીસે કબ્જે લીધેલો છે. લાપતાં નંદીતાને શોધવા માટે આ વીડિયો ખૂબ જ મહ¥વપૂર્ણ સાબિત થાય તેમ છે. પોલીસે સાયબર સેલનાં અધિકારીઓની મદદથી આ એકાઉન્ટ ક્યાંથી ઓપરેટ થઈ રહ્યું છે તે અંગે તપાસ કરવા જણાવ્યું છે. જેનાં આધારે સાયબર સેલ દ્વારા નંદીતાના સોશિયલ મીડિયાના તમામ એકાઉન્ટોની સઘન તપાસ શરૂ કરવામાં આવી છે અને આજ સાંજ સુધીમાં આ તપાસમાં મહત્ત્વપૂર્ણ  વિગતો પોલીસને મળે તેવું મનાઈ રહ્યું છે. 

લાપતાં નંદીતાની શોધખોળ માટે દંપતીએ પોલીસની મદદ માંગી હતી. જેનાં પગલે પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે. ગઈકાલથી જ પોલીસે નંદીતાની શોધખોળ શરૂ કરી દીધી છે. સૌ પ્રથમ આશ્રમના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ તેઓએ નંદીતા ક્યાં છે તેની જાણકારી નહીં હોવાનું જણાવ્યું હતું. સંચાલકોના આ જવાબથી પોલીસ અધિકારીઓ વધુ એલર્ટ બન્યાં હતા અને નંદીતાની શોધખોળ શરૂ કરી હતી.

ગઈકાલ રાત્રે હાથીજણ આશ્રમથી ૬ કિલોમીટર દૂર આવેલાં પુષ્પમ સીટીનાં ભાડે રાખેલાં બે ફ્લેટોમાં પોલીસે દરોડા પાડ્યાં હતાં. આ ફ્લેટમાંથી નિત્યાનંદની તસવીરો તથા અન્ય વસ્તુઓ જાવા મળી હતી. પરંતુ નંદીતાનો કોઈ પત્તો લાગ્યો ન હતો. બંને ફ્લેટોમાં પોલીસે સર્ચ ઓપરેશન શરૂ કરતાં સ્થાનિક નાગરીકોના ટોળેટોળાં ઉમટી પડ્યા હતાં. બીજીબાજુ નંદીતાનો કોઈ પત્તો નહીં લાગતાં તેના માતા-પિતા ખૂબ જ ગભરાઈ ગયાં છે. માતા-પિતાએ આક્ષેપ કર્યાે છે કે તેની પુત્રી સાથે દુષ્કર્મ ગુજારવામાં આવ્યો છે.

જાકે આ આક્ષેપ નંદીતાની ભાળ મળ્યાં બાદ જ સાચી હકીકત બહાર આવશે. હાલમાં નંદીતાની શોધખોળ ચાલુ છે. નંદીતાએ ૩૦ દિવસ પહેલાં જ તેનો વીડિયો અપલોડ કર્યાે હતો. જેનાં પરીણામે તેના માતા-પિતા ચોંકી ઉઠ્યા હતા અને બાળકોને મળવા માટે પ્રયાસ કરતાં હતાં. પરંતુ તેનો કોઈ પત્તો લાગ્યો નથી. સગીર વયના બંને બાળકો હાલ દંપતિ પાસે છે.

પોલીસે આ બાળકોની પૂછપરછ કરતાં ચોંકાવનારી વિગતો બહાર આવી છે. જેમાં તેઓની પાસેથી બાળ મજૂરી કરવા ઉપરાંત તેમને ગોંધી રાખવામાં આવતા હતાં. બાળકોની આ વાતથી પોલીસ વધુ ગંભીર બની છે. અને આ તમામ કબૂલાતના આધારે પોલીસે નિત્યાનંદ આશ્રમના સંચાલકો વિરુદ્ધ ગુનો દાખલ કરી દીધો છે. પોલીસ આજે સવારથી જ ફરી એક વખત નંદીતાની શોધ કરી રહી છે. બીજીબાજુ લાપતા નંદીના માતા-પિતા આજે હેબીયર્સ  કોપર્સ દાખલ કરવાનાં છે. જેના પરીણામે પોલીસ હવે સંપૂર્ણ સજ્જ બની ગઈ છે.

નિત્યાનંદ આશ્રમ છેલ્લાં ચાર દિવસથી વિવાદમાં આવ્યો છે. જાકે પરીવારજનો છેલ્લાં દોઢ મહિનાથી રઝળપાટ કરી રહ્યાં છે. પોલીસ તંત્ર દ્વારા આજે લાપતા નંદીતાને શોધવા માટે નિર્ણાયક કામગીરી કરી તેવું મનાઈ રહ્યું છે. ચોંકાવનારી બાબત એ છે કે આશ્રમમાં રહેતાં બાળકો અને યુવતીઓને રૂપિયા એકત્ર કરવા માટે ટાર્ગેટ આપવામાં આવતો હતો. અને આ ટાર્ગેટ રૂ.૧થી ૭ કરોડ સુધીનો હોવાનો મનાઈ રહ્યો છે. પોલીસ આજે હાથીજણ આશ્રમમાં ઝીણવટભર્યું સર્ચ ઓપરેશન કરે તેવું પણ મનાઈ રહ્યું છે. જાકે હાલમાં આશ્રમ સાથે સંકળાયેલાં તથા તેના સંચાલકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.