Western Times News

Gujarati News

અવતાર ૨ ટૂંક સમયમાં કરશે ૩૦૦ કરોડના કલેક્શનને પાર

મુંબઈ, જેમ્સ કેમરનની ફિલ્મ અવતાર ૨ના ૧૦માં દિવસે બોક્સ ઓફિસનો રિપોર્ટ આવી ગયો છે અને આ રવિવારે ફિલ્મે ઘણી કમાણી કરી છે.

જાે ભારતમાં આ રીતે કમાણી થતી રહેશે તો આ અઠવાડિયે તે ૩૦૦ કરોડની ક્લબમાં સામેલ થઈ જશે. ફિલ્મના વર્લ્ડવાઈડ કલેક્શનની વાત કરીએ તો આ આંકડો ૭૦૦૦ કરોડ રૂપિયાને પાર કરી ગયો છે. એક રીતે જાેઈએ તો જ્યાં ‘અવતાર ધ વે ઓફ વોટર’ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ હતી. તો રણવીર સિંહની ‘સર્કસ’એ પણ ક્રિસમસના અવસર પર ૨૩ ડિસેમ્બરે દસ્તક આપી હતી.

પરંતુ તેમ છતાં અજય દેવગનની ફિલ્મ દ્રશ્યમ ૨ હજી પણ ધૂમ મચાવી રહી છે. તેની કમાણીમાં પણ જબરદસ્ત ઉછાળો આવ્યો છે. જેમ્સ કેમેરોનની જબરદસ્ત સમૃદ્ધ ફિલ્મ ‘અવતાર ધ વે ઓફ વોટર’એ બોક્સ ઓફિસ પર જાેર પકડ્યું છે. રિલીઝના ૧૦માં દિવસે તેણે શાનદાર બિઝનેસ કર્યો છે.

૧૬ ડિસેમ્બરે વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મે રવિવારે ભારતમાં તમામ ભાષાઓમાં ૨૫.૧૫ કરોડની કમાણી કરી હતી. આ સાથે તેણે ૨૫૨.૮૫ કરોડનું કલેક્શન કર્યું છે. જ્યારે ‘અવતાર ૨’ એ રવિવારે જબરદસ્ત કમાણી કરી છે. તો એવું કહેવામાં આવી રહ્યું છે કે સોમવારે (૨૬ ડિસેમ્બર) તેની કમાણી ખૂબ જ ઘટી જશે. આ ફિલ્મ ૧૧માં દિવસે ૧૨ કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે.

આ સાથે ફિલ્મનું કુલ કલેક્શન ૨૬૪.૮૫ કરોડ રૂપિયા થઈ જશે. જાે કે ડ્રોપ હોવા છતાં જાે ફિલ્મની આ રીતે કમાણી ચાલુ રહેશે, તો તે આ અઠવાડિયે ૩૦૦ કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

અજય દેવગનની ફિલ્મ ‘દ્રશ્યમ ૨’ની વાત કરીએ તો આ ફિલ્મ ભલે કાચબાની ઝડપે ચાલી રહી હોય, પરંતુ તે હજુ પણ કમાણી કરી રહી છે. ૧૮ નવેમ્બર ૨૦૨૨ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મે ૩૮માં દિવસે ૧.૮૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે.

આ સાથે તેનું કુલ કલેક્શન ૨૨૮.૨૩ કરોડ રૂપિયા થઈ ગયું છે. તે હૈદરાબાદ, ચેન્નાઈ, કોલકાતા, મુંબઈ, બેંગલુરુ અને પુણેમાં સૌથી વધુ જાેવામાં આવી રહી છે. અભિષેક પાઠક દ્વારા નિર્દેશિત ‘દ્રશ્યમ ૨’માં અજય દેવગન, શ્રિયા સરન, તબ્બુ, અક્ષય ખન્ના અને ઈશિતા દત્તે મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ સાઉથની હિન્દી રિમેક છે. સાઉથની ફિલ્મમાં મોહનલાલે મહત્વની ભૂમિકા ભજવી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.