Western Times News

Gujarati News

સોનાટાએ ‘સ્ટ્રાઇડ’ સાથે સ્માર્ટ વેરેબલ કેટેગરીમાં પ્રવેશ કર્યો

બેંગ્લોર, ભારતમાં સૌથી વધુ વેચાણ ધરાવતી ટાઇટન હાઉસની વોચ બ્રાન્ડ સોનાટાએ હાઇબ્રિડ સ્માર્ચવોચ – સ્ટ્રાઇડની વિસ્તૃત રેન્જ સાથે સ્માર્ટ વેરેબલ્સ કેટેગરીમાં પ્રવેશ કર્યો છે. સ્ટ્રાઇડ અને સ્ટ્રાઇડ પ્રો એમ બે વર્ઝનમાં ઉપલબ્ધ આ વોચ વિવિધ સ્માર્ટ ખાસિયતો પૂરી પાડે છે, જે વાજબી કિંમતે સ્વસ્થ જીવનશૈલી સ્વીકારવામાં મદદરૂપ થાય છે. આ વોચનાં કિંમતની રેન્જ રૂ. 2,995થી શરૂ થાય છે.

Utkarsh Thakur

સ્ટ્રાઇડ સ્માર્ચવોચ એનાલોગ વોચની સુંદરતા સાથે સ્માર્ટ ખાસિયતોનો સમન્વય ધરાવે છે, જે એને વિવિધતાસભર જીવનશૈલીની એક્સેસરી બનાવી છે. આ રેન્જ 6 વેરિઅન્ટ ધરાવે છે, જે સ્ટેપ (તમે કેટલા પગલા ચાલ્યા છો એના) પર નજર રાખવાની, કોલ એલર્ટ, ફોન શોધવાની, કેમેરો એક્ટિવેટ કરવાની વગેરે ક્ષમતા ધરાવે છે. આ તમામ 6 વર્ઝન ક્લીન ડાયલ, મજબૂત લેધર અને આકર્ષક બ્લેક કેસ સાથે આધુનિક ડિઝાઇનનું પ્રતિબિંબ છે – જેના પરિણામે વિવિધ ખાસિયતો સાથે સજ્જ પ્રોડક્ટ સુંદર ફિનિશિંગ પ્રદાન કરે છે.

આ લોંચ પર સોનાટાનાં માર્કેટિંગ હેડ શ્રી ઉત્કર્ષ ઠાકુરે કહ્યું હતું કે, સ્ટ્રાઇડ સાથે સોનાટાએ ઉપયોગી અને સુંદરતા ધરાવતી એના વોચની રેન્જને મજબૂત બનાવી છે, જે એનાં ગ્રાહકોને ઉપયોગી ફાયદા પ્રદાન કરે છે, ત્યારે બજારમાં મર્યાદિત વર્ગ પૂરતી ખાસિયતો અને સ્ટાઇલને તમામ વર્ગો સુધી પહોંચાડે છે. સ્ટ્રાઇડ કેટેગરી – ફર્સ્ટ પ્રાઇસ પોઇન્ટ્સમાં અનેક સ્માર્ટ ખાસિયતો પૂરી પાડે છે, જેથી દરેકને સ્માર્ટ સુવિધાઓ સુલભ થાય છે.કિંમત રૂ. 2995થી રૂ. 3495ની વચ્ચે  સોનાટા સ્ટ્રાઇડ ઇનબિલ્ટ એક્ટિવિટી ટ્રેકર દ્વારા ડેઇલી એક્ટિવિટી પર નજર રાખીને સ્વસ્થ જીવનશૈલીને જાળવવામાં સહાય કરે છે. યુઝર્સ સ્ટેપ, બર્ન થયેલી કેલેરી અને ઊંઘની ગુણવત્તા પર નજર રાખી શકે છે. ઉપરાંત સ્ટ્રાઇડ બેઠાળું જીવનશૈલી પર યુઝરનું ધ્યાન દોરે છે, જે યુઝરને ચોક્કસ સમયગાળામાં કોઈ એક્ટિવિટી ન થઈ હોય એવા કેસમાં હલનચલન કરવાનું યાદ અપાવે છે.

શ્રી ઉત્કર્ષ ઠાકુરે ઉમેર્યું હતું કે, હાલ બેઠાળુ જીવનશૈલીને કારણે ફિટનેસનાં સ્તરમાં ઘટાડો થયો છે. ઘણી મર્યાદાઓને કારણે આપણી ફિટનેસ સફર શરૂ કરવામાં અનેક અવરોધો આવે છે. એનું સોલ્યુશન્સ છે – દરરોજ ફિટનેસ જાળવવી, જેમાં વોકિંગ, સાઇકલિંગ, ગાર્ડનિંગ વગેરે જેવી રોજિંદા પ્રવૃત્તિ દ્વારા ઊર્જાનો વ્યય સામેલ છે. સ્ટ્રાઇડ સતત આ રોજિંદા પ્રવૃત્તિઓ પર નજર રાખવામાં મદદ કરે છે. આ ટ્રેન્ડી સ્માર્ટવોચ સ્વસ્થ જીવનશૈલી માટે સભાનતાપૂર્વક વિકલ્પો ઊભા કરવામાં મદદરૂપ થશે.

આ વોચને સોનાટા સ્ટ્રાઇડ મોબાઇલ એપનો સપોર્ટ છે, જે ઇશ્યૂઅરને અનુકૂળ છે તથા સુંદર ડિઝાઇન ધરાવે છે તેમજ એન્ડ્રોઇડ વર્ઝન 5.0 અને એનાથી ઉપરનાં વર્ઝન, આઇઓએસ વર્ઝન 11 અને તેનાથી ઉપરનાં વર્ઝન સાથે કામ કરવા સક્ષમ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.