Western Times News

Gujarati News

જેકે લક્ષ્મી સિમેન્ટ પરિવહન માટે ગ્રીન LNG ટ્રકોનો ઉપયોગ કરનારી ભારતની પ્રથમ સિમેન્ટ કંપની બની

JK Lakshmi Cement becomes India’s first cement company to deploy Green LNG trucks for transportation

પર્યાવરણને અનુરૂપ પરિવહનના ઉત્કૃષ્ટ માધ્યમ તરીકે એલએનજી ટ્રકો ટ્રકદીઠ દર વર્ષે 35,000 કિલોગ્રામ CO₂નું ઉત્સર્જન ઓછું કરશે

સુરત, ભારતની સૌથી વિશ્વસનિય સિમેન્ટ બ્રાન્ડ્સ પૈકીની એક – જેકે લક્ષ્મી સિમેન્ટએ પર્યાવરણ સંરક્ષણના ક્ષેત્રમાં પથપ્રદર્શક પગલું  લીધું હતું. JK Lakshmi Cement becomes India’s first cement company to deploy Green LNG trucks for transportation

રાજસ્થાનમાં કંપનીના સિરોહી પ્લાન્ટ ખાતે આયોજિત શુભારંભ કાર્યક્રમમાં 10 એલએનજી ટ્રકનો એક કાફલો સુરત ખાતે કંપનીના ગ્રાઇન્ડિંગ યુનિટ માટે રવાના થયો હતો. આ સાથે જેકે લક્ષ્મી સિમેન્ટ એના ઉત્પાદનોના પરિવહન માટે ગ્રીન એલએનજી ટ્રકોનો ઉપયોગ કરનારી પ્રથમ ભારતીય સિમેન્ટ કંપની બની ગઈ હતી.

કંપની આગામી વર્ષમાં આ એલએનજી ટ્રકોની સંખ્યામાં મહત્વપૂર્ણ વધારો કરશે. આ શુભારંભ સમારંભમાં કંપનીના વરિષ્ઠ અધિકારીઓ અને અન્ય મહત્વપૂર્ણ હિતધારકો ઉપસ્થિત રહ્યાં હતાં.

જેકે લક્ષ્મી સિમેન્ટ ઊર્જાદક્ષ રીતે કામગીરી કરીને એનું કાર્બન ઉત્સર્જન ઘટાડવા પહેલો હાથ ધરવામાં હંમેશા મોખરે રહી છે. જેકે લક્ષ્મી સિમેન્ટે પોતાના ઉદ્દેશોને પાર પાડવા પરિવહન માટે આ એલએનજી ટ્રકો પૂરાં પાડવા માટે ગ્રીન લાઇન લોજિસ્ટિક્સ સાથે વ્યૂહાત્મક જોડાણ કર્યું છે. એલએનજી ટ્રકોનું નિર્માણ પૂણે-સ્થિત બ્લૂ એનર્જી મોટર્સ કરે છે.

આ પહેલ પર જેકે લક્ષ્મી સિમેન્ટ લિમિટેડના પ્રેસિડન્ટ અને ડિરેક્ટર શ્રી અરુણ શુકલાએ કહ્યું હતું કે,

“આપણા દેશનો ઉદ્દેશ ચાલુ દાયકાના અંત સુધીમાં એના અર્થતંત્ર દ્વારા કાર્બનનું ઉત્સર્જન કરીને 45 ટકાથી ઓછું કરવાનો અને વર્ષ 2070 સુધીમાં એના નેટ-ઝીરો ઉત્સર્જનના લક્ષ્યાંકનો હાંસલ કરવાનો છે. જેકે લક્ષ્મી સિમેન્ટ આ વિઝનને સંપૂર્ણ સાથસહકાર હાંસલ કરવાનું છે,

કારણ કે અમે સસ્ટેઇનેબ્લ અને જવાબદાર વૃદ્ધિમાં માનીએ છીએ, જે સમાજ અને પર્યાવરણને લાભદાયક છે. અમે પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બંને રીતે કાર્બનનું ઉત્સર્જન ઘટાડવા માટે વિવિધ પગલાં લીધા છે. એલએનજી ટ્રકોનો કાફલો ઉતારવો પર્યાવરણને અનુરૂપ પરિવહન તરફ અમારું પ્રથમ પગલું છે,

કારણ કે એલએનજી અશ્મિભૂત ઇંધણો માટે પર્યાવરણનો ઉત્કૃષ્ટ વિકલ્પ છે, જે ટ્રકદીઠ દર વર્ષે 35,000 કિલોગ્રામ CO₂નું ઉત્સર્જન અટકાવે છે. આ પહેલ દેશના પરિવહન ઉદ્યોગમાટે ગેમ-ચેન્જર કે પરિવર્તનકારક બનશે અને વધારે ફરતાં અર્થતંત્ર તરફ પરિણામી પરિવહનની સુવિધા આપવામાં મદદરૂપ બનશે.”

છેલ્લાં થોડાં વર્ષોમાં જેકે લક્ષ્મી સિમેન્ટે એનું કાર્બન ઉત્સર્જન ઘટાડવા વિવિધ પ્રોજેક્ટ હાથ ધર્યા છે. બ્રાન્ડે ઊર્જાદક્ષતા વધારવા અને પર્યાવરણનું રક્ષણ કરવા જાગૃતિ લાવવા “ગ્રીન પહલ, બેહતર કલ” નામનું અભિયાન શરૂ કર્યું છે.

સામાજિક રીતે જવાબદાર કંપની તરીકે જેકે લક્ષ્મી સિમેન્ટ એની કામગીરીમાં ઇએસજી નિયમોનું પાલન કરે છે. કંપની તમામ પ્રવૃત્તિઓમાં એના ગ્રાહકો અને અન્ય હિતધારકો માટે મૂલ્ય સુનિશ્ચિત કરવા કટિબદ્ધ રહેશે, જે નવીનતાના માર્ગે અગ્રેસર થવા એક પગલાં તરીકે શ્રેષ્ઠ ઉત્પાદનો પ્રદાન કરે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.