Western Times News

Gujarati News

પત્ની કેટરિના સાથે રાજસ્થાનમાં નવા વર્ષનું સ્વાગત કરશે વિકી

મુંબઈ, પાવર કપલ વિકી કૌશલ અને કેટરિના કૈફ લગ્ન કર્યા ત્યારથી જ ફેન્સને કપલ ગોલ્સ આપી રહ્યા છે. હાલમાં જ કપલે પોતાના પરિવાર સાથે ક્રિસમસની ઉજવણી કરી હતી. હવે તેઓ ન્યૂયર સેલિબ્રેટ કરવા માટે મુંબઈની બહાર પહોંચી ગયા છે.

વિકી અને કેટરિના કૈફ હાલ રાજસ્થાનમાં વેકેશન માણી રહ્યા છે અને નવા વર્ષનું સ્વાગત પણ તેઓ અહીં જ કરશે. કુદરતના ખોળે વિકી અને કેટરિના રજાઓ ગાળી રહ્યા છે ત્યારે હવે ત્યાંથી કેટલીક તસવીરો પણ વિકીએ શેર કરી છે. ઉરી એક્ટર વિકી કૌશલે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર વેકેશનની કેટલીક તસવીરો શેર કરી છે. પહેલી તસવીરમાં વિકી જેકેટ, ટી-શર્ટ અને કેપમાં જાેવા મળી રહ્યો છે.

બેકગ્રાઉન્ડમાં સૂર્યોદયનો સુંદર નજારો જાેવા મળી રહ્યો છે. બીજી તસવીરોમાં પહાડો જાેવા મળી રહ્યા છે. આ તસવીરો શેર કરતાં એક્ટરે લખ્યું, ૨૦૨૩ માટે જાગી રહ્યો છું. આ સિવાય વિકીએ વધુ એક તસવીર શેર કરી છે જેમાં મોટો દીપડો જાેવા મળી રહ્યો છે. તેણે આ ફોટો શેર કરતાં કેપ્શનમાં લખ્યું, જાેયો. વિકી અને કેટરિના રાજસ્થાનના પાલી જિલ્લામાં આવેલા જવાઈ બંધ ખાતે રજાઓ ગાળી રહ્યા છે.

ગયા વર્ષે જ વિકી અને કેટરિનાએ રાજસ્થાનમાં લગ્ન કર્યા હતા. કપલે પોતાના પરિવારજનો અને અંગત મિત્રોની હાજરીમાં લગ્ન કર્યા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, કેટરીના કૈફ ખૂબ જલ્દી કબીર ખાનની ફિલ્મ ‘ટાઈગર ૩’માં સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે દેખાવાના છે.

હાલ, તે શ્રીરામ રાઘવનની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં વ્યસ્ત છે, જેમાં સાઉથ સ્ટાર વિજય સેતુપતિ પણ છે. તે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’નો પણ ભાગ છે, જે ગર્લ ટ્રિપ પર આધારિત છે અને તેના સિવાય પ્રિયંકા ચોપરા અને આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે.

આવતા વર્ષથી શૂટિંગ શરૂ થવાની શક્યતા છે. છેલ્લે તે સિદ્ધાંત ચતુર્વેદી અને ઈશાન ખટ્ટર સાથે ‘ફોન ભૂત’માં દેખાઈ હતી, જેને બોક્સઓફિસ પર મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો.

વિકી પાસે સારા અલી ખાન સાથેની લક્ષ્મણ ઉટેકરની અનટાઈટલ્ડ ફિલ્મ છે, જેનું શૂટિંગ ઘણા મહિના પહેલા જ ખતમ થઈ ગયું છે. જાે કે, નામ કે રિલીઝ ડેટ હજી સુધી જાહેર કરવામાં આવી નથી. આ સિવાય તે મેઘના ગુલઝારની ‘સેમ બહાદુર’ અને આનંદ તિવારીની અનટાઈલ્ડ ફિલ્મનો ભાગ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.