Western Times News

Gujarati News

ભારતમાં જાન્યુ.માં કોરોનાની ચોથી લહેરનું જોખમ

નવીદિલ્હી, ચીન, અમેરિકા, જાપાન, દક્ષિણ કોરિયા સહિતના કેટલાક દેશોમાં કોરોનાએ ફરી એકવાર હાહાકાર મચાવી રાખ્યો છે. જાેકે નિષ્ણાતો અત્યાર સુધી તો એવું જ કહી રહ્યાં છે કે ભારતીય લોકોએ તેનાથી ડરવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી અનિવાર્ય છે.

જાેકે હવે કેન્દ્ર સરકારે જ એવી ચેતવણી આપી છે જેને લઇને દેશવાસીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે જાન્યુઆરીના મધ્યમાં ભારતમાં કોરોનાના કેસો વધી શકે છે. પાછળના ટ્રેન્ડ્‌સનું વિશ્લેષણ કર્યા બાદ માનવામાં આવી રહ્યું છે કે આગામી ૪૦ દિવસ દેશ માટે મુશ્કેલ હશે.

મંત્રાલયના સૂત્રોએ કહ્યું હતું કે, કેટલાક દેશોમાં કોરોનાના કેસો વધી રહ્યાં છે. દેશમાં કોરોનાની વધુ એક એટલે કે ચોથી લહેર આવી શકે છે. આવી સ્થિતિમાં તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સ્વાસ્થ્ય સુવિધાઓની સમીક્ષા કરવામાં આવી રહી છે.

બીજી તરફ આજે ચેન્નઇ એરપોર્ટ પર દુબઇના બે મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બન્ને તમિલનાડુના પુદુક્કોટ્ટઇના અલંગુડી જિલ્લાના રહેવાસી છે. તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલી દેવાયા છે.

આ સાથે જ છેલ્લા ૩ દિવસમાં ૩૯ આંતરરાષ્ટ્રીય મુસાફરો પોઝિટિવ મળી આવ્યા છે જેમાં ચીનથી શ્રીલંકા થઇ તમિલનાડુ આવેલી એક મહિલા અને તેની ૬ વર્ષની બાળકીનો સમાવેશ થાય છે. ૨૪ ડિસેમ્બરથી ૨૬ ડિસેમ્બર સુધી ૪૯૮ ફ્લાઇટ્‌સનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે.

આ દરમિયાન ૧૭૮૦ સેમ્પલ લેવામાં આવ્યા. જેમાંથી ૩૯ પોઝિટિવ મળી આવ્યા છે. તમામને જીનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. કોરોનાની તૈયારીઓ ચકાસવા માટે મંગળવારે દેશના લગભગ તમામ રાજ્યોમાં મોકડ્રિલ કરવામાં આવી હતી.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.