Western Times News

Gujarati News

ટેસ્ટ રેન્કિંગમાં અશ્વિનની મોટી છલાંગ, બોલીંગમાં ચોથા સ્થાને

દુબઈ, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ માટે ભારત, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ, ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા ટેસ્ટ સીરીઝ રમી રહ્યા છે. આ ટેસ્ટ સીરીઝમાં ઘણા ખેલાડીઓ શાનદાર ફોર્મમાં પ્રદર્શન કરી રહ્યા છે. આ વચ્ચે આઈસીસીએ નવા ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. આ રેન્કિંગમાં ભારતના રવિચંન્દ્રન અશ્વિને લાંબી છલાંગ લગાવી છે.

મીરપુરમા રમાયેલી બાંગલાદેશ સામેની બીજી ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બનેલા અશ્વિનનો લેટેસ્ટ બૉલિંગ રેન્કિંગમાં એક સ્થાનનો સુધારો કરીને સાથી ખેલાડી જસપ્રીત બુમરાહની સાથે ચોથા સ્થાન પર પહોંચી ગયો છે. બીજી તરફ ઑલરાંઉન્ડરના લિસ્ટમાં તેને ખુબ જ ફાયદો થયો છે. તે ઑલરાંઉન્ડરના રેન્કિંગમાં બીજા સ્થાન પર પહોંચી ગયા હતા. રવિન્દ્ર જાડેજા આ લિસ્ટમાં પહેલા નંબર પર છે. અશ્વિનને ટેસ્ટ બેટ્‌સમેનોની રેન્કિંગમાં પણ ફાયદો થયો છે.

આ લિસ્ટમાં અશ્વિન ત્રણ સ્થાનનો ફાયદો થઈને તે હવે ૮૪માં સ્થાને પહોંચ્યો હતો. અશ્વિને બાંગ્લાદેશ સામે બેટીંગ અને બૉલિંગમાં ખુબ જ સારુ પ્રદર્શન કર્યુ હતું. અશ્વિને બીજા મેચમાં ૬ વિકેટ લીધી હતી અને ૪૨ રન પણ બનાવ્યા હતા. આ પ્રદર્શનને કારણે જ ભારતનો વિજય થયો હતો. ભારતના સ્ટાર બેટ્‌સમેન શ્રેયસ અય્યરે પણ ટેસ્ટ બેટિંગ રેન્કિંગમાં એક છલાંગ લગાવી છે.

ટેસ્ટ બેટ્‌સમેનોની યાદીમાં અય્યર એકંદરે ૧૦ સ્થાનની છલાંગ લગાવીને ૧૬માં સ્થાને પહોંચી ગયો છે. ઐયરના કુલ ૬૬૬ રેટિંગ પોઈન્ટ છે. આ ઉપરાંત અનુભવી ઝડપી બોલર ઉમેશ યાદવ તાજેતરના રેન્કિંગમાં છલાંગ લગાવનાર અન્ય ભારતીય ખેલાડી હતો. બોલરોની યાદીમાં તે પાંચ સ્થાન આગળ વધીને ૩૩મા સ્થાને પહોંચી ગયો છે. જ્યારે ઓલરાઉન્ડરોમાં ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ૪૮મા સ્થાને પહોંચી ગયો છે. યાદવે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કુલ પાંચ વિકેટ ઝડપી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.