Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નયારા એનર્જીએ પેટ્રોકેમિકલ્સમાં પ્રવેશ માટે મહત્વપૂર્ણ પ્રગતિ કરી

મુંબઈ,  આંતરરાષ્ટ્રીય સ્તરે કામગીરી ધરાવતી ડાઉનસ્ટ્રીમ કંપની નયારા એનર્જીએ આજે જાહેરાત કરી હતી કે, કંપની પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કરવાના માર્ગે સારી રીતે અગ્રેસર છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કા અંતર્ગત નયારા ગુજરાતમાં એની વાડિનાર રિફાઇનરી – રિફાઇનરી પ્રોપીલીન રિકવરી યુનિટ ખાતે હાલના એફસીસી યુનિટ (ફ્લુડાઇઝ કેટાલીટિક ક્રેકિંગ યુનિટ) અને પોલીપ્રોપીલીન યુનિટ (પીપીયુ)ના અપગ્રેડ સાથે વાર્ષિક ૪૫૦ કિલોટનની ક્ષમતા ધરાવતો પોલીપ્રોપીલીન પ્લાન્ટ સ્થાપિત કરી રહી છે.

નયારા એનર્જીએ પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રમાં પ્રવેશ કરવા તબક્કાવાર એસેટ ડેવલપમેન્ટ વ્યૂહરચના અપનાવી છે. દેશમાં પેટ્રોકેમિકલનો સૌથી વધુ ઉપભોગ કરતાં વિસ્તાર અને એની જેટ્ટી સાથે નિકટતા ધરાવતા પશ્ચિમ ભારતમાં વ્યૂહાત્મક રીતે સ્થિત ૨૦ એમએમટીપીએની ક્ષમતા ધરાવતી રિફાઇનરી સાથે નયારા ઊંચી વૃદ્ધિ ધરાવતા સેગમેન્ટમાં સારી રીતે પ્રવેશ કરવા સારી સ્થિતિમાં છે.

પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનાં વિકાસમાં ૮૫ ટકા પ્રગતિ હાંસલ થઈ છે અને એનું પ્રથમ પેટ્રોકેમિકલ ઉત્પાદન એટલે કે પોલીપ્રોપીલીનનું ઉત્પાદન નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના ચોથા ત્રિમાસિક ગાળામાં શરૂ થવાની અપેક્ષા છે.

વર્ષ ૨૦૨૨માં તાજેતરમાં રિફાઇનરીની કામગીરી બંધ રાખવાના સમયગાળા દરમિયાન કંપની એના એકમો માટે અને પ્રથમ તબક્કા સાથે સંબંધિત તમામ એકમો માટે નિયમિત જાળવણી, ચકાસણી અને અપગ્રેડની કામગીરી થઈ હતી. નવેસરથી કામ કરવા સજ્જ એફસીસી યુનિટ ૨૦ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ સલામતીપૂર્વક શરૂ થયું હતું તથા ૨૩ ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ ૧૦૦ ટકા યુનિટ થ્રૂપુટ હાંસલ થયું હતું.

પ્રોજેક્ટની પ્રગતિ પર નયારા એનર્જી લિમિટેડના સીઇઓ ડો. એલોઇસ વિરાગે કહ્યું હતું કે, “એફસીસીને રિવેમ્પ કરવાની કામગીરી પૂર્ણ થવાની સાથે અમે અમારા પેટ્રોકેમિકલ પ્રવેશ પર મહત્વપૂર્ણ પ્રગતિ કરી છે. પ્રોજેક્ટનો આયોજિત તબક્કાવાર અમલ નયારાની મેગા પ્રોજેક્ટ્‌સ સફળતાપૂર્વક ડિલિવર કરવાની ક્ષમતાનો પુરાવો છે. આ ક્ષમતા અમને પ્રોજેક્ટના બીજા મોટા તબક્કા માટે ઉપયોગી બનશે, જે સંકલિત પેટ્રોકેમિકલ સંકુલ હશે.”

કંપનીના પ્રોપીલીન રિકવરી યુનિટ પર મોટા ભાગની કામગીરી પૂર્ણ થવાની સાથે તેને ફેબ્રુઆરી, ૨૦૨૩માં કામગીરી શરૂ થયા અગાઉની પ્રવૃત્તિઓ શરૂ થવાની અપેક્ષા છે. ઉપરાંત પોલીપ્રોપીલીન યુનિટ માટે મોટા ભાગની લોંગ લીડ આઇટમ એક્સટ્રૂડર, રિએક્ટર, પ્રોડક્ટ પ્યોર બિન વગેરે સાઇટ પર સ્થાપિત થયા છે અને હવે પાઇપિંગ અને નિર્માણ કાર્યો પૂર્ણ થયા છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers