Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

નવ વર્ષની શરૂઆતમાં અંબાજીમાં ભક્તોની ભીડ

સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠ્‌યો હતોઃ ચાચર ચોક ઉભરાયો

(એજન્સી)અંબાજી, રવિવારથી નવા વર્ષ એટલે કે ૨૦૨૩ની શરૂઆત થઈ છે અને સાથે થર્ટી ફસ્ટ અને પહેલી જાન્યુઆરીને શનિવાર અને રવિવારની રજા હોવાથી લોકો નવા વર્ષની ઉજાણી સાથે ધાર્મિક સ્થળોએ દર્શનાર્થે જવાનું વધારે મહત્વ સમજતા હોવાથી અંબાજી ખાતે આજે વહેલી સવારથી જ ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી.

ખાસ કરીને રાત્રીએ લોકો થર્ટી ફસ્ટ મનાવી હતી અને વર્ષ ૨૦૨૨ ને વિદાય આપી વર્ષ ૨૦૨૩ નું શુભારંભ કર્યો હતો જ્યારે આજે ૨૦૨૩ ના નવા વર્ષના શુભારંભે અંબાજી મંદિરના ચાચર ચોકમાં લાંબી લાલ ધજાઓ સાથે યાત્રીકોનો ભારે ઘસારો જાેવા મળ્યો હતો.

જેને સમગ્ર અંબાજી મંદિર પરિષદ બોલ મારી અંબે જય જય અંબેના નાદ થી ગુંજી ઉઠ્‌યા હતા ,અંબાજી મંદિરનો ચાચર ચોક બાઈક ભક્તોથી ઉભરાયેલું જાેવા મળ્યું હતું અને અંબાજી મંદિરમાં પણ ભક્તોએ મોટી સંખ્યામાં દર્શન કરી પોતાની નવા વર્ષે શરૂઆત કરી હતી

અને જેમાં પણ ખાસ કરીને કેટલાક ભક્તો પોતે પગપાળા ચાલી માતાજીના મંદિરે ધજાઓ લઈને પહોચ્યા હતા ને આજના દિવસે જે છેલ્લા બે વર્ષથી નવા વર્ષની ઉજવણી કરી શકતા ન હતા કે અંબાજી મંદિર આવી શકતા ન હતા તેવા ભક્તોએ પણ સમગ્ર દેશ અને

વિશ્વમાંથી કોરોના જેવા રોગ માંથી મુક્તિ મળે અને આવનારું વર્ષ સુખાકારી નિવડે અને શાંતિપૂર્ણ પસાર થાય તેવી પણ પ્રાર્થના કરતા જાેવા મળ્યા હતા આજે મોટી સંખ્યામાં માય ભક્તો અંબાજી મંદિરના શિખરે બાવન ગજની ધજાઓ પણ ચડાવતા નજરે પડ્યા હતા.

આ ઉપરાંત, યાત્રાધામ દ્વારકામાં ૨૦૨૩ની વર્ષના પ્રથમ દિવસે મોટી સંખ્યામાં માનવ મહેરામણ જાેવા મળ્યો હતો. નાતાલના વેકેશનને કારણે દ્વારકામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. વર્ષના પ્રથમ દિવસે કાળિયા ઠાકરના દર્શન કરવા માટે દ્વારકા અને આસપાસના સ્થાનિક લોકો પણ ઉમટી પડ્યા હતા. જગત મંદિરના મોક્ષ દ્વાર અને સ્વર્ગ દ્વારે ભાવિક ભક્તોની ભારે ભીડ જાેવા મળી હતી.

આજે વર્ષના પ્રથમ દિવસે દેશ વિદેશથી યાત્રિકો ૨૦૨૩ની સાલના પ્રથમ દિવસે કાળિયા ઠાકરના દર્શનાર્થે પહોંચ્યા હતા. પૂજારી પરિવારે આજે શ્રીજીને અલૌકિક શણગાર કર્યો હતો તેમજ ભગવાનને અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો. દ્વારકામાં અસંખ્ય પ્રવાસીઓના કારણે તમામ હોટેલ તેમજ ગેસ્ટ હાઉસમાં ભારે ભીડ જાેવા મળી હતી. આ ભીડ હજી ત્રણથી ચાર દિવસ સુધી રહેશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers