Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

જાેધપુરથી બાંદ્રા જતી ટ્રેનનાં ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

નવી દિલ્હી, આજે વહેલી સવારે મોટી દૂર્ઘટના ટળી છે. આજે વહેલી સવારે જાેધપુરથી બાંદ્રા જઈ રહેલી સૂર્યનગરી એક્સપ્રેસના ૧૨ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે. આ ઘટના પાલીના રાજકીયાવાસ પાસે બની હતી. જણાવવામાં આવી રહ્યું છે કે આ અકસ્માતમાં લગભગ ૨૦થી વધુ લોકો ઘાયલ થયા છે.

જાેકે, સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર નથી. આ અંગે નોર્થ વેસ્ટર્ન રેલ્વેના સીપીઆરઓએ કહ્યું કે, અકસ્માતની જાણકારી ઉચ્ચ અધિકારીઓને આપવામાં આવી છે. તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. જનરલ મેનેજર-ઉત્તર પશ્ચિમ રેલ્વે અને અન્ય ઉચ્ચ અધિકારીઓ જયપુરમાં હેડક્વાર્ટર સ્થિત કંટ્રોલ રૂમમાંથી પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે. રેસ્ક્યૂ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે મોકલવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ ચાર ટ્રેનને ડાયવર્ટ પણ કરવામાં આવી છે. જ્યારે સૂર્યનગરી એક્સપ્રેસના મુસાફરોને સુરક્ષિત સ્થાન પર લઈ જવામાં આવી રહ્યા છે. આ પછી રેલ લાઇન ખાલી કરાવવામાં આવશે. તે જ સમયે, બચાવ કામગીરી પૂર્ણ થયા બાદ આ માર્ગને બ્લોક કરી દેવામાં આવ્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers