ધાર્મિક પ્રસંગે ભોજન આરોગ્યા બાદ ૨૦૦થી વધુને ફુડ પોઈઝનિંગ
ભાવનગર, ભાવનગરના પાલીતાણામાં ફુડ પોઈઝનિંગની ઘટના બની છે. ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ફુડ પોઈઝનિંગની ઘટના બની હતી. ભોજન આરોગ્યા બાદ ૨૦૦થી વધુને અસર થઇ હતી. બાળકો તેમજ મહિલાઓને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. જે બાદ અસરગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા. ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી.
પાલીતાણા ધાર્મિક પ્રસંગમાં ભોજન આરોગ્યા બાદ ૨૦૦થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર થઇ હતી. પાલીતાણામાં આવેલા તળાવ વિસ્તારમાં ધાર્મિક પ્રસંગમાં ભોજન લીધા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. જે બાદ ૨૦૦થી વધુ લોકોને સારવાર અર્થે પાલીતાણા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ચિકનની બિરયાની જમ્યા બાદ ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી. હાલ તમામ લોકોને પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં નાના બાળકો અને મહિલાઓને ફુડ પોઈઝનિંગની વધુ અસર જાેવા મળી હતી.
ઘટનાને પગલે તંત્ર પણ દોડતું થયું છે. નોંધનીય છે કે, ફુડ પોઇઝનિંગની આવી ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે. કોઇ પ્રસંગે ભોજન આરોગ્યા બાદ અનેક લોકોને ફુટ પોઇઝનિંગ થયું હોય તેવા સમાચારો પ્રકાશમાં આવી રહ્યા છે.SS1MS