GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝના વિક્રેતાઓ સાથે અમદાવાદ ખાતે સેમિનાર યોજાયો
(માહિતી) ગાંધીનગર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ સપ્તાહ ની ઉજવણી અતર્ગત આજે GCCIના સહયોગથી મેડિકલ ડિવાઇઝ ના વિક્રેતાઓ સાથે અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે આજે સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમા સ્થળ પર જ સ્પોટ રજિસ્ટ્રેશન ના પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા દ્વારા જણાવાયું છે.
શ્રી કોશીયા એ ઉમેર્યુ કે ગુજરાત દેશમાં ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ અને મેડિકલ ડિવાઇસના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન ધરાવે છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના આર્ત્મનિભર ભારત,મેક ઇન ઇન્ડિયા થ્રુ મેક ઇન ગુજરાતની ઝુંબેશ અન્વયે ગુજરાત ફાર્મા અને મેડિકલ ડિવાઇસ ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ભારત સરકાર દ્વારા બલ્ક ડ્રગ એટલે કે પાર્ક માટે ગુજરાતની પસંદગી પણ કરાઈ છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર ભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નિર્માણ થનાર આ પાર્કના પરિણામે ગુજરાત આગામી સમયમાં આ ક્ષેત્રે પણ દેશને નવી દિશા આપશે.
ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિ સ્ટ્રેશન (FDCA),ફાર્માસ્યુટિકલ ઉધોગ ના વિકાસ માટે અગત્ય ની ભૂમિકા ભજવી રહ્યુ છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે,ગુજરાતે સર્વાગી વિકાસ માટે તમામ ક્ષેત્રે પ્રજાકીય સેવા માં વધારો કરવા ના હેતુસર તાજેતરમાં ગુડ ગવર્નન્સ દિવસની ઉજવણી કરી છે જેના ભાગરૂપે આ સેમિનારનું આયોજન કરાયું હતું.
તેમણે ઉમેર્યું કે,ભારત સરકાર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-૪૨) ફરજિયાત કરાતાં રાજયના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મેડિકલ ડિવાઇસ ક્ષેત્ર સાથે સંકળાયેલ વિક્રેતાઓ માટે GCCI તથા “અમદાવાદ ઓપ્ટિકલ એસોસિએશન” ના સહયોગ થી અમદાવાદ અને તેની આસપાસના જિલ્લાના ઓપ્થેલમીક (Opthalmic) ઉત્પાદનના વેચાણ સાથે સંકળાયેલ વિક્રેતાઓને માહિતગાર કરવા તેમજ સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન કરીને તેઓને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-૪૨) એનાયત કરવા માટે યોજાયેલ આ સેમીનારમાં જિલ્લાના આશરે આ વ્યવસાય સાથે સંકળાયેલ ૨૫૦ થી વધુ વિક્રેતાઓ સહભાગી થયા હતા.
આ સેમીનારમાં અધિકારીઓ દ્વારા તેઓને મેડિકલ ડિવાઇઝ રૂલ્સ ૨૦૧૭ હેઠળ નોટિફાઇડ થયેલ મેડિકલ ડિવાઇસીસના ઉત્પાદનના લાયસન્સ માટે તેમજ વિક્રેતાઓને વેચાણના રજીસ્ટ્રેશન માટે ઔષધ અને સૌંદર્ય પ્રસાધનના ધારા ૧૯૪૦ અને તેના નિયમો અન્વયે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડ્યું હતું. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયા અને સીનીયર અધિકારીઓના વરદ હસ્તે ઓપ્થેલમીક એસોસિયેશનના અંદાજિત ૩૦ જેટલા મેમ્બર્સને રજીસ્ટ્રેશન સર્ટિફિકેટ (એમડી-૪૨) સ્થળ ઉપર જ આપવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અમદાવાદ વિભાગ-૩નામદદનીશ કમિશનર શ્રી વાય. જી દરજી,મદદનીશ કમિશનરશ્રી,અમદાવાદ વિભાગ-૧ શ્રી એ એ રાદડિયા,મદદનીશ કમિશનર શ્રી, અમદાવાદ ગ્રામ્ય શ્રી વી. ડી. ડોબરીયા,સહિત તેમના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.