Western Times News

Gujarati News

આલિયાએ ૩ મહિના સુધી પ્રેગ્નેન્સી છુપાવી રાખી હતી

મુંબઈ, બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન વર્ષ ૨૦૨૨માં થયા હતા અને તેઓ નવેમ્બરમાં એક દીકરીના માતા-પિતા બની ગયા હતા. તેમણે દીકરીને રાહા નામ આપ્યું છે. આલિયાએ જ્યારે ગર્ભવતી હોવાની ખબર શેર કરી ત્યારે તમામ લોકો ચોંકી ગયા હતા.

આલિયાએ તાજેતરમાં જ એક વાતચીત દરમિયાન ખુલાસો કર્યો કે આખરે ૧૨ અઠવાડિયા સુધી એટલે કે ત્રણ મહિના સુધી તેણે આ ખબર કેમ છુપાવી રાખી હતી? સાથે જ તેણે ગર્ભાવસ્થા દરમિયાન જે સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે પણ વાત કરી હતી.

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ૧૪ એપ્રિલ ૨૦૨૨ના રોજ લગ્ન થયા હતા. જૂન, ૨૦૨૨ના રોજ તેમણે ફેન્સને ગુડ ન્યુઝ સંભળાવ્યા હતા. અભિનેત્રીએ સોનોગ્રાફીની એક તસવીર શેર કરીને ફેન્સને જાણકારી આપી હતી.

આલિયાએ વાતચીતમાં જણાવ્યું કે તેણે ૧૨ અઠવાડિયા સુધી પ્રેગ્નેન્સીની વાત છુપાવીને રાખી હતી કારણકે તેને આમ કરવાનું કહેવામાં આવ્યુ હતું.

આલિયાએ જણાવ્યું કે, હું મારા કામના કમિટમેન્ટ્‌સ અને પ્રોજેક્ટ્‌સને કારણે મજબૂર હતી. મારે પોતાનું ધ્યાન રાખવાની સાથે સાથે કામ પણ કરવાનુ હતું કારણકે જે પ્રોજેક્ટ્‌સ હાથમાં લીધા હતા, તે પૂરા કરી શકાય. હું ત્યારસુધી પોતાને કોઈ સ્થિતિમાં બાંધવામાં વિશ્વાસ નથી રાખતી.

પ્રેગ્નન્સીમાં એક તબક્કો એવો આવે છે જ્યારે તમે કોઈ વસ્તુ ધારી નથી શકતા. મેં ર્નિણય લીધો હતો કે, જ્યારે જે પણ થશે હું સામનો કરીશ. મારું બેબી અને મારું સ્વાસ્થ્ય મારી પ્રાથમિકતા હતા. શરુઆતથી જ મેં પોતાની જાતને સમજાવી રાખી હતી કે હું અસહજ અનુભવ કરીશ તો પોતાને વધારે કામ કરવા માટે પુશ કરીશ.

આલિયાએ જણાવ્યું કે, સદ્દનસીબે ગર્ભાવસ્થાને કારણે કામમાં કોઈ અડચણ નથી આવી. શરુઆતના થોડા અઠવાડિયા મુશ્કેલ હતા કારણકે મને થાક લાગતો હતો અને ઉલટી થતી હતી. પરંતુ હું કોઈને ત્યારે આ વિશે વાત નહોતી કરતી કારણકે ૧૨ અઠવાડિયા સુધી કોઈને કંઈ ના કહેવુ જાેઈએ. બધા લોકો આવુ કહેતા હોય છે. માટે આ વાત મેં મારા સુધી સીમિત રાખી.

આલિયાએ જણાવ્યું કે, શૉટ દરમિયાન જાે મને જરુર લાગતી તો હું વેનિટી વેનમાં જઈને સુઈ જતી હતી. હું પ્રયત્ન કરતી હતી કે જેટલો આરામ કરી શકું એટલો કરુ.

પણ વર્ક કમિટમેન્ટ પણ જરૂરી હોય છે. હાર્ટ ઓફ સ્ટોન મારી પ્રથમ હોલિવૂડ ફિલ્મ છે, જે મેં જાન્યુઆરીમાં સાઈન કરી હતી. મેં તે શિડ્યુલ સમાપ્ત કરવાનો પ્રયત્ન કર્યો હતો, માટે હું પાછી નહોતી હટી. મેં ટીમ સાથે વાત કરી અને તેમણે આશ્વાસન આપ્યું કે મારું ધ્યાન રાખશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.