Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ગુજરાતમાં આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ વધશે

અમદાવાદ, ગુજરાતમાં ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જેના કારણે ઠંડીનો ચમકારો જાેવા મળી રહ્યો છે. ત્યારે આગામી ચાર દિવસ ઠંડીનું પ્રમાણ હજુ વધશે. આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જાેર વધશે. સાથે જ સૂસવાટો મારતો પવન ફૂંકવાની પણ શક્યતા છે.

જાે કે, હાલ કોઈ માવઠાની આગાહી નથી, એવુ રાજ્યના હવામાન વિભાગે જણાવ્યું હતું. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી જાેવા મળી રહી છે. ત્યારે આજે વહેલી સવારથી જ પવન ફૂંકાઈ રહ્યો છે અને તેના કારણે ઠંડીનો પણ ચમકારો જાેવા મળી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે, રાજ્યમાં આગામી ચાર દિવસ ઠંડીનો પ્રમાણ વધશે.

આગામી ચાર દિવસમાં તાપમાનનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટે એવી શક્યતા છે. જેના કારણે રાજ્યમાં ઠંડીનું જાેર વધશે. સાથે જ પવન પણ ફંકાય એવી શક્યતા છે. જાે કે, હાલ માવઠાની કોઈ આગાહી નથી. હાલ રાજ્યમાં સૌથી ઓછુ તાપમાન નલિયામાં નોંધાયું છે. મહત્વનું છે કે, હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો પારો ગગડીને ૭ ડિગ્રીએ પહોંચ્યો છે. સવારે ચારેકોર બરફની ચાદર છવાઈ જાય છે.

કારની છત હોય કે મેદાનોમાં બરફની ચાદર જામેલી વહેલી સવારે જાેવા મળ્યું હતું. હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં ઠંડીનો ચમકારો વધી ગયો છે.

હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાર કડકડતી અને જાેરદાર ઠંડી પડી રહી છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થયો છે અને તેઓ ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. સતત શીત લહેરના કારણે પ્રવાસીઓને પણ હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે.

માઉન્ટ આબુમાં લઘુતમ તાપમાન માઈનસ એત ડિગ્રી નોંધાયુ છે. જેના કારણે અહીં કાતિલ ઠંડી અને શીતલહેરનો માહોલ જાેવા મળી રહ્યો છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers