ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા 17માં ગાહેડ પ્રોપર્ટી શૉનું આયોજન
 
        સંસ્થાના પ્રેસિડેન્ટ શ્રી તેજસ જોશીએ જણાવ્યું હતું કે, ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ દ્વારા તા. ૬ – ૭ અને ૮ જાન્યુઆરીના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ અમદાવાદ ખાતે ૧૭માં ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલ ૨૫૦ કરતા વધુ પ્રોર્જેકટ્સ, એલાઈડ ઈન્ડસ્ટ્રીઝ તેમજ તમામ મુખ્ય બેંકોનું ડીસ્પ્લે કરવામાં આવનાર છે.
આ સંસ્થાકીય આયોજનમાં ડેવલપર્સ, નાણાંકીય સંસ્થાઓ તથા એલાઈડ ઈન્ડસ્ટ્રીઓ સહિત કુલ ૬૫ સ્ટોલ્સ કરવામાં આવેલ છે. નવું ઘર વસાવવા માટે શહેરીજનોને એક જ છત્રમાં બધા જ પ્રકારના સેગ્મેન્ટના પ્રોજેકટોની વિસ્તૃત માહિતી મળી રહે અને પ્રોપર્ટી ખરીદનારને તમામ સુવિધાઓ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું આયોજન કરવામાં આવેલ છે.
વધુમાં પ્રેસિડેન્ટશ્રીએ ઉમેરતા જણાવ્યું હતુ કે, અમદાવાદ શહેર ગુજરાતના મુખ્ય શહેરોમાં અગ્રીમ સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન જરૂરિયાત અને ચોઈસને ધ્યાને રાખી ચારેય બાજુથી શહેરનું વિકાસ અને વિસ્તરણ અત્યાધુનિક રીતે કરવામાં રહેલ છે.
કોરોના કાળ પછી દરેક પ્રકારના રો મટીરીયલમાં વધારો થયેલ છે તેમ છતાં અમદાવાદ શહેરમાં ઉપલબ્ધ પ્રોપર્ટીના ભાવોમાં ખાસ કોઈ વધારો કરવામાં આવેલ નથી. દેશના અન્ય મેટ્રો સીટીની સરખામણીમાં આજે પણ અમદાવાદ શહેરમાં પ્રોપર્ટીઓના ભાવ ખૂબજ રીઝનેબલ છે. ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો હોવાથી કાયમી સ્થાઈ થવા અમદાવાદ તરફ લોકો વધુ આકર્ષિત થાય છે.
ખાસ કરીને અમદાવાદની આજુ બાજુમાં ગીફ્ટ સીટી, ફાર્માપાર્ક, લોજિસ્ટિક પાર્ક જેવા વિશાળ પ્રોજેકટ્સ ડેવલપ થઈ રહ્યા છે અને આઈ. ટી. પોલીસીના અમલને કારણે નજીકના ભવિષ્યમાં આઈ. ટી. પાર્કસ આવશે. આ વિકાસના કારણે ૨૫ થી ૪૫ વર્ષના યુથ અત્યારે અમદાવાદમાં પોતાનું ઘર લઈ રહ્યા છે તેમજ ભારતમાં રહેતા ગુજરાતીઓ અમદાવાદમાં ઘર વસાવી રહ્યા છે તેના કારણે દર વર્ષે હાઉસીંગ સેકટર સહિત પ્રોપર્ટી માર્કેટમાં ૧૦ થી ૧૫% ની માંગમાં વધારો જોવા મળી રહેલ છે અને તેથી દર વર્ષે અમદાવાદમાં દરેક સેગ્મેન્ટમાં વધુ પ્રોજેકટ આવી રહ્યા છે અને ડેવલપમેન્ટ ફાસ્ટ બન્યું છે.
આમ જોતા ગાહેડ પ્રોપર્ટી શો અમદાવાદની એક આગવી ઓળખ છે જેમાં શહેરીજનો અને નજીકના શહેરોમાંથી લાખો લોકો મુલાકાતે આવતા હોય છે.આ વર્ષે ભારત ઉપરાંત વિદેશોમાંથી એન. આર. આઈ અને એન. આર.જી ખૂબજ મોટી સંખ્યામાં અમદાવાદ પધારેલા છે અને વિદેશમાં વસતા હોવા છતાં અત્રે રોકાણમાં તેઓને રસ હોવાથી હાઉંસીંગ સેકટરને તેનો પણ લાભ મળે તેવી પૂરેપૂરી શકયતાઓ છે.
આથી લોકોને પોતાનું ઘર વસાવવાની તમામ માહિતી એકજ સ્થળેથી ઉપલબ્ધ થાય તે હેતુસર સંસ્થા દ્વારા તા. ૬ – ૭ અને ૮ જાન્યુઆરીના સમય દરમ્યાન ગણેશ ગ્રાઉન્ડ થલતેજ અમદાવાદ ખાતે ૧૭માં ગાહેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવેલ છે

 
                 
                 
                