Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હળવદ સસ્તા અનાજ પરવાનેદારોનું સ્નેહ મિલન યોજાયું

(પ્રતિનિધિ) હળવદ, સરકાર દ્વારા રાહત દરે અનાજ વિતરણ વ્યવસ્થાના ભાગ રૂપ પંડિત દીનદયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડાર એટલે કે સસ્તા અનાજની દુકાનના હળવદ તાલુકાના સંચાલક એસોસિયેશન દ્વારા આજરોજ હળવદ બ્રાહ્મણની ભોજન શાળા ખાતે નવ વર્ષની શરૂઆતમા માસિક મીટીંગમા વિવિધ કાર્યો-પ્રશ્નોની ચર્ચા સાથોસાથ સ્નેહમિલન અને ભોજન કાર્યક્રમ યોજાયો હતો.

આ તકે હળવદ મામલતદાર એન.એસ.ભાટી,નાયબ મામલતદાર(પુરવઠા) પ્રિયંકાબા ચાવડા,પિયુષભાઇ સહિત સ્ટાફ હાજર રહ્યો હતો.આ તકે ગ્રાહક ભંડાર સંચાલક અગ્રણીઓ રજનીભાઇ પરીખ,દિનેશભાઇ મકવાણા,હરીશભાઈ ઝાલા,રાજુભાઈ ચારોલા સહિતના સર્વે સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા એસોસિયેશનના પ્રમુખ અશોકસિંહ ઝાલા સહીત સર્વે એ જહેમત ઉઠાવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers