Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ચીનના મુસાફરોની મુશ્કેલી વધીઃ અમેરિકા સહિત અનેક દેશો દ્વારા કોરોના સંદર્ભે નિયંત્રણ

નવી દિલ્હી, ચીનમાં કોરોના મહામારીએ માથું ઉંચકતા વિશ્વના તમામ દેશોએ સાવચેતી હાથ ધરી દિધી છે. આ જ કારણ છે કે ઘણા દેશોએ ચીનથી આવતા મુસાફરો પર વિવિધ નિયંત્રણો લાદ્યા છે, જેમાં કોરોના રિપોર્ટ્‌સ નેગેટિવ હોવો જરૂરી બનાવ્યો છે.

આ દરમિયાન ચીન તરફથી જવાબી કાર્યવાહી બાદ અમેરિકાએ કહ્યું છે કે, ચીને તેનું ધ્યાન રાખવું જાેઈએ કારણકે દરેક દેશના પોતાના નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પગલાં લેશે. ચીનથી આવતા પ્રવાસીઓ પર પ્રતિબંધ સંબંધિતના જવાબમાં એક અધિકારીએ કહ્યું કે, “પ્રતિશોધ અથવા બદલો જેવું કંઈ નથી.” વિશ્વભરના દેશો તેમના નાગરિકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લઈ રહ્યા છે.

આ ર્નિણયો વૈજ્ઞાનિક આધાર પર લેવામાં આવ્યા છે. ડબલ્યુએચઓએ ચીનને કોરોના સંક્રમણ સંબંધિત વધુ ડેટા જાહેર કરવા પણ કહ્યું છે. તેમણે કહ્યું કે, આ ડેટા કોઈપણ સંભવિત પ્રકારોને ઓળખવા માટે જરૂરી છે. ઘણા યુરોપિયન દેશોએ પણ ચીનથી આવતા મુસાફરો પર કેટલાક નિયંત્રણો લગાવ્યા છે. યુરોપના કેટલાક દેશો દ્વારા લાદવામાં આવેલા પ્રવાસ પ્રતિબંધનો ચીને સખત વિરોધ કર્યો છે.

ચીની સરકારના પ્રવક્તાએ યુરોપિયન યુનિયનની રસી સહિતની વિવિધ સહાયની ઓફરને પણ નકારી કાઢી હતી અને કહ્યું હતું કે પરિસ્થિતિ “નિયંત્રણ હેઠળ” છે અને દવાઓ “પર્યાપ્ત માત્રામાં” છે. ઈયુ આગામી દિવસોમાં ચીનથી આવતા પ્રવાસીઓ પર કેટલાક વધુ નિયંત્રણો લાદવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આના પર, ચીની પ્રવક્તાએ કહ્યું કે, “અમે રાજકીય હેતુઓ માટે કોવિડના પગલાંને અનુરૂપ કરવાના પ્રયાસોનો સખત વિરોધ કરીએ છીએ, અને અમે પ્રતિશોધના સિદ્ધાંત પર બદલો લઈશું.

ચીનની ધમકીઓની યુરોપિયન યુનિયન પર કોઈ અસર થાય તેવું લાગતું નથી અને એવું માનવામાં આવે છે કે ચીનથી આવતા પ્રવાસીઓ પર કેટલાક કડક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. યુરોપ ચીનથી આવતા પ્રવાસીઓ દ્વારા વાયરસના કોઈપણ નવા સ્વરૂપના રોગને ન ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યું છે.

યુરોપિયન યુનિયનનું પ્રમુખપદ ધરાવતા સ્વીડને એક નિવેદનમાં ચેતવણી આપી છે કે ચીનથી આવનારા પ્રવાસીઓએ ‘શોર્ટ નોટીસ’થી વાકેફ રહેવું જાેઈએ. આ માટે તેમણે કોઈ પણ ર્નિણયો માટે તૈયાર રહેવું જાેઈએ. આવી સ્થિતિમાં આવનારા દિવસોમાં ચીન અને પશ્ચિમી દેશો વચ્ચે ટકરાવની વધુ સંભાવના દેખાઈ રહી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers