Western Times News

Gujarati News

વંદે ભારત ટ્રેન ઉપર સિલિગુડીમાં પથ્થરમારો: 24 કલાકની અંદર બીજી ઘટના બની

નવી દિલ્હી, ચોવીસ કલાકની અંદર વંદે ભારત ટ્રેન પર બીજી વાર પથ્થરમારાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ પીએમ મોદીએ હાવડાથી ન્યૂ જલપાઈગુડી વચ્ચે વંદે ભારત ટ્રેનની ભેટ લોકોને આપી હતી. આ ટ્રેન પર મંગળવારે ચોવીસ કલાકની અંદર બીજી વાર પથ્થરમારાની ઘટના બની છે.

પથ્થરમારાના કારણે ટ્રેનના કોચનો કાંચ તૂટી ગયો છે. જાે કે, આ ઘટના દરમિયાન કોઈ મુસાફરને ઈજા પહોંચી નથી. ચાલતી ટ્રેન પર પથ્થરમારો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી, પરંતુ આવું કરવાથી એ સમજવું પડશે કે યાત્રીઓમાં ભય અને અસુરક્ષાનો ડર પેદા કરે છે.

સાથે જ રેલવેની સંપતિને નુકસાન પહોંચાડે છે. આવું કરનારાઓ વિરુદ્ધ સખત કાર્યવાહી થઈ શેક છે. આવા કોઈ મામલે જાે કોઈ વ્યક્તિ પકડાઈ જાય તો તેને જેલની હવા ખાવી પડી શકે છે. જાે પથ્થરમારાથી ટ્રેનનો ડ્રાઈવર કે કોઈ મુસાફર ઘાયલ થયા તો આ મામલો વધુ ગંભીર બની જાય છે.

રેલવેના જણાવ્યા મુજબ, પહેલી ઘટના સોમવારે બની હતી. ન્યૂ જલપાઈગુડીથી હાવડા પરત ફરી રહેલી વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. માલદા જિલ્લાના કુમારગંજની પાસે આ ઘટના બની હતી. પ્રાપ્ત રિપોર્ટ મુજબ, પથ્થરમારાના કારણે ટ્રેનના કોચ સી ૧૩ના ગેટનો કાચ તૂટી ગયો હતો. તો મંગવારે ફરીથે ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો.

પીએમ મોદીએ ગઈ ૩૦ ડિસેમ્બરના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની હાજરીાં હાવડા અને ન્યૂ જલપાઈગુડીને જાેડતી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપીને રવાના કરી હતી. પીએમ મોદીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ટ્રેનને લીલી ઝંડી આપી હતી.

આ પહેલાં વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટના બની હતી. પંદર ડિસેમ્બરના રોજ છત્તીસગઢમાં નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર પ્થ્થરમારો કરવામાં આવ્યો હતો. એના કારણે ટ્રેનની બારીના કાચ તૂટી ગયા હતા. જાે કે, આ ઘટનામાં કોઈ મુસાફરને ઈજા પહોંચી નહોતી.

આ ઘટના દુર્ગ અને ભિલાઈ સ્ટેશનની વચ્ચે બની હતી. પશ્ચિમ બંગાળમાં ભાજપના અધ્યક્ષ સુકાંત મજૂમદારે આરોપ લગાવ્યો કે, ૨૦૧૯માં સીએએના વિરોધમાં વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો ટ્રેનમાં તોડફોડમાં સામેલ છે. તેઓએ કહ્યું કે, આ એક શરમનજક ઘટના છે કે, વંદે ભારત એક્સપ્રેસ પર કોઈ અન્ય રાજ્યમાં હુમલો કે તોડફોડ કરવામાં આવ્યું નથી. રાજ્ય સરકાર પોતના વોટ બેંકને સુરક્ષિત રાખવા માટે ગુનેગારો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.