ગુરમીત અને દેબિનાએ દીકરીને દિવિશા નામ આપ્યું
મુંબઈ, ટીવીના લોકપ્રિય કપલ ગુરમીત ચૌધરી અને દેબિના મુખર્જીએ આખરે પોતાની બીજી દીકરાનું નામ જાહેર કરી દીધું છે. તેમણે એક સુંદર તસવીર શેર કરીને ફેન્સને જણાવ્યું કે તેમણે દીકરીને શું નામ આપ્યું છે. ઉલ્લેખનીય છે કે ગુરમીત અને દેબિના બે દીકરીઓના માતા-પિતા છે. કપલે પોતાની દીકરી માટે મા દુર્ગા સાથે સંકળાયેલું એક નામ પસંદ કર્યું છે જે ડ પરથી શરુ થાય છે.
ઉલ્લેખનીય છે કે ગુરમીત ચૌધરી અને દેબિના મુખર્જીએ પોતાની દીકરીને દિવિશા નામ આપ્યું છે. નામની જાહેરાત પણ આગવા અંદાજમાં કરવામાં આવી છે. કપલે દરિયાકિનારે એક સુંદર તસવીર શેર કરી છે, જેમાં બન્ને દીકરીને લઈને બેઠા છે.
ગુરમીતે લખ્યું કે, અમારી મેજિકલ દીકરીનું નામ દિવિશા છે, જેનો અર્થ થાય છે દેવીઓના દેવી, મા દુર્ગા. ગુરમીત અને દેબિનાએ પોતાની મોટી દીકરીનું નામ લિયાના રાખ્યું છે. ક્રિસમસના અવસર પર કપલે બન્ને દીકરીઓ સાથે સુંદર તસવીરો શેર કરી હતી.
ત્યારપછી નવા વર્ષના અવસર પર ગુરમીત અને દેબિનાએ બે વર્ષ પછી પહેલીવાર લાઈ પર્ફોમન્સ આપ્યુ હતું. તેમણે કોરોના મહામારી પછી આ પ્રકારે લાઈવ ઓડિયન્સ સામે પહેલીવાર પર્ફોમન્સ આપ્યું.
૧૧ નવેમ્બર, ૨૦૨૨ના રોજ ગુરમીત ચૌધરીએ સોશિયલ મીડિયાના માધ્યમથી ફેન્સને જાણકારી આપી કે, તે બીજી દીકરીનો પિતા બની ગયો છે. પરંતુ તે પ્રિમેચ્યોર ડિલિવરી હતી જેના કારણે માતા અને દીકરીને થોડા સમય હોસ્પિટલમાં રાખવામાં આવ્યા હતા.
દેબિનાએ સોશિયલ મીડિયા પર એક ફેનને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યુ હતું કે, બન્ને દીકરીઓ નાની હોવાથી તેમને એકસાથે સાચવવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘણીવાર એવી સ્થિતિ બને છે કે લિયાના ધીરે ધીરે પાપા પગલી ભરતી હોય છે અને તેને વાગવાની બીક હોય છે, તેને સાચવવા જવામાં નાની દીકરી રડતી હોય છે.SS1MS