Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

IPLમા મેચ વધશે, જ્યારે બિગ બેશમાં મેચની સંખ્યા ૬૧થી ઘટીને ૪૩ થશે

(એજન્સી) મેલબર્ન, દુનિયાની સૌથી પ્રતિષ્ઠિત ટી-ર૦ લીગ આઈપીએલમાં આગામી સિઝનથી મેચની સંખ્યા વધવાની છે તેનાથી તદ્દન ઉલટું ઓસ્ટ્રેલિયાની બિગ બેશમાં જાેવા મળશે. બિગ બેશ લીગ (બીબીએલ)ને ર૦ર૪-રપ સિઝનથી ઘટાડીને ૪૩ મેચની કરી દેવામાં આવશે, જે વર્તમાન મુકાબલાની સંખ્યાથી ૧૮ મેચ ઓછી છે. આ પ્રક્રિયા ક્રિકેટ ઓસ્ટ્રેલીયા તરફથી ફોકસટેલ ગ્રુપ અને સેવન વેસ્ટ મીડિયા સાથે કરવામાં આવેલા સાત વર્ષના નવા ઘરેલુ પ્રસારણ સોદાનો હિસ્સો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા તરફથી જણાવાયું છે કે ખેલાડીઓની ઉપલબ્ધતામાં વૃદ્ધિ, પ્રાઈમ ટાઈમ મેચનું વધુ પ્રમાણ અને સ્કૂલના વેકેશન સાથે મજબૂત ગઠબંધનની મંજૂરી આપવા માટે નવા સોદામાં બીબીએલના મુકાબલાની સંખ્યામાં કાપ મુકવામાં આવ્યો છે.

બબીએલની વર્તમાન સિઝનમાં ડેવિડ વોર્નર (સિડની થન્ડર) અને સ્ટીવ સ્મિથ (સિડની સિકસર્સ) વર્તમાન ટેસ્ટ શ્રેણી પુરી થયા બાદ રમતા નજરે પડવાના છે. જાેકે સાઉથ આફ્રિકા-ર૦ (એસએ-ર૦) અને આઈએલટી-ર૦ શરૂ થવાને કારણે ઘણા વિદેશી દિગ્ગજ ખેલાડી એમાં રમી નહી શકે.

સેવન અન ફોકસટેલ વર્તમાન છ વર્ષના સોદા માટે ર૦૧૮માં ૧.૧૮ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની ચુકવણી કરી હતી. આ કારણે ૪૦થી વધુ વર્ષોથી ચાલતા આવેલા નાઈન નેટવર્કના ટેલિકાસ્ટ રાઈટ્‌સ છીનવાઈ ગયા હતા. જાેકે સેવન અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ર૦ર૦થી કન્ટેન્ટને લઈને એકબીજા સામે ટકરાયા હતા. સેવન વેસ્ટ મીડિયાએ જણાવ્યું કે તેઓ નવા સોદા અંતર્ગત દર વર્ષે ૬પ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની ચુકવણી કરશે. આ હાલની રકમ કરતાં ૧૩ ટકા ઓછી છે. આનાથી સેવન વેસ્ટ મીડિયા પ૦ મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલરની બચત કરશે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers