Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કાલોલમાં મંદીરે જવાના રોડનું રીપેરનું કામ લંબાતા નગરજનો ને હાલાકી

(પ્રતિનિધિ)ગોધરા, કાલોલ નગરપાલીકા ના વૉર્ડ નં ૭ માં આવેલ પરવડી બજાર થી ગાંધી ફળીયા, મંદિર મહાદેવ ફળીયા અને રાણાવાસ નો મુખ્ય રસ્તો જ્યાંથી દરરોજ હજારો શ્રદધાળુઓ મંદિર, મહાદેવ દર્શનાર્થે જતા આવતા હોય છે આ રસ્તા પર ચાર દિવસ પહેલા લગભગ આઠ ઈંચ જેટલો ડામર રોડ ખોદી કાઢવામાં આવ્યો હતો અને આ જગ્યાએ નવિન ડામર રોડ બનાવવાનું કામ કરવાનુ આયોજન કરાયું હતું પણ કોઈક અગમ્ય કારણોસર રોડ ખોદી નાખ્યા બાદ છેલ્લા ત્રણ દિવસથી નવો રોડ બનાવવાનુ કામ ખોરંભે પડેલ છે જેના કારણે દરરોજ મંદિરે જતા નગરજનો ત્રાહિમામ પોકારી ઉઠ્‌યા છે દ્વી ચક્રી વાહન લઈ ને પસાર થવુ મુશ્કેલ બની ગયુ છે.

આ બાબતે સ્થાનીક કોર્પોરટર નો સંપર્ક કરતા તેઓએ પણ પાલીકા નાં ઉચ્ચ હોદેદારો સામે અસંતોષ વ્યક્ત કરેલ છે. આંતરિક વર્તુળો નાં જણાવ્યા મુજબ ઈજારદાર નું પેમેન્ટ સમયસર નહી આપતા હોવાનુ અને ઇજારેદાર પાસેથી મસમોટી ટકાવારી ની માંગણી કરાતા કામ બંધ થઈ જવા પામેલ છે. નજીકના દિવસોમાં કાલોલ નગરપાલીકા ની ચુંટણી આવી રહી છે ત્યારે મુદત પહેલા કામો પુરા કરાવી આગામી ચૂંટણીનો ખર્ચો કાઢી લેવાની પેરવીમાં કેટલાક કોર્પોરેટરો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જેમા સરવાળે નુકશાન તો નગરજનોને ભાગે જ છે.

બીજી તરફ કાલોલ નગરપાલીકા ના ચીફ ઓફિસર દ્વારા ઈજારેદાર ને લેખીત નોટિસ આપી હોવાનુ પણ જાણવા મળેલ છે ત્યારે પાલીકા સતાધીશો જે કંઈ કાર્યવાહી હાથ ધરશે પણ રોજ બરોજ પસાર થતા નાગરીકો નુ શુ તે પ્રશ્ન ઊભો થયો છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers