Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

શિયાળામાં તડકો ખાઈને થાઓ તાજામાજા

શિયાળાના હુંફાળો તડકો શરીર માટે ફાયદાકારક છે. તે સારા સ્વાસ્થ્યની સાથેસાથે સુંદરતા માટે પણ લાભદાયક છે. શિયાળામાં ઠંડીને કારણે ઘણી વખત મન સુસ્ત થઈ જતું હોય છે, અને તડકામાં ચાલવાથી અથવા તો બેસવાથી મન હળવું થઈ આનંદિત થાય છે. શિયાળાનો હુંફાળો તડકો શરીરને હળવો ગરમાટો આપવાની સાથેસાથે ઉર્જા પ્રદાન કરે છે.

ઠંડીના દિવસોમાં કોમળ તડકો ત્વચાનું સંકોચાઈ જવું, ફંગસ, ચામડીના રોગ માટે વરદાન સાબિત થાય છે. એટલું જ નહી ત્વચામાં નમીને કારણે થતા ફંગસ અને જીવાણુને પણ નષ્ટ કરીને ત્વચાને સ્વસ્થ રાખે છે. શિયાળાના હળવા તડકાનો એક ફાયદો એ પણ છે કે, તે કેલશ્યિમના અવશોષણમાં સહાયક છે. કેલશ્યિમ માટે દૂધ પીતા હોય તો તડકાના સેવનથી એ કેલશ્યિમને શરીરમાં અવશોષિત કરવામાં મદદ કરે છે.

માંસપેશિઓ અકડાઈ જતી હોય તો શિયાળામાં કોમળ તડકો ફાયદાકારક બને છે તે બાહ્ય ત્વચાની સાથેસાથે શારીરિક અંગોની પણ રક્ષા કરે છે. તેમજ આંતરિક અવયવોને પણ ગરમાટો પ્રદાન કરીને તેને સ્વસ્થ બનાવી રાખવામાં મદદ કરે છે. શિયાળાનો સવારનો તડકો શરીરના સામાન્ય્‌ દુખાવાથી રાહત આપવાની સાથેસાથે થાક ઉતારીને તાજગી બક્ષે છે. જેની અસર સુંદરતા પર પણ સકારાત્મક રીતે પડે છે તેમજ આત્મવિશ્વાસ વધારવા માટે પણ કારગર છે.

શિયાળાના હુંફાળા તડકો લેવાથી શરીરમાં લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયાને રોકે છે, તેમજ રકતસંચાર વ્યવસ્થિત કરે છે, એટલું જ નહીં સવારનો તડકો ડાયાબિટીસ અને હ્ય્દય રોગના દર્દીઓ માટે લાભકારી નીવડે છે. હાડકાના વિકાસ માટે જરૂરી વિટામિન તડકામાં બેસવાથી ભરપુર માત્રામાં મળે છે. તેમજ સાંધાના દુખાવા અને ઠંડીને કારણે થનારા શરીરમાંના દુખાવાથી આરામ અપાવે છે.

અનિંદ્રાની સમસ્યા હોય તે વ્યક્તિએ થોડી વાર માટે તડકામાં બેસવું ફાયદાકારક નીવડે છે. તડકામાં બેસવાથી માનસિક તાણ દૂર થાય છે, જેથી રાત્રિના સારી ગ્દ્રિા આવે છે.
શરીરના કોઈ હિસ્સા પર ફંગસનું ઈન્ફેકશન થયું હોય તો, શિયાળાના સવારના તડકાથી ફાયદો થાય છે. સામાન્ય રીતે ભેજ અથવા તો નમીને કારણે ત્વચા પર ફંગસ થતી હોય છે. તેવામાં શિયાળાનો સવારનો કુમળો તડકો ઉત્તમ દવાનો ઈલાજ કરે છે.

હુંફાળો તડકો શિયાળાની ઠંડીથી શરીરમાં ગરમાટો આપે છે જેથી શરીર જકડાઈ જવા જેવી તકલીફ થતી નથી. શરીરને ઉર્જા પ્રદાન કરતું હોવાથી કાર્યશક્તિમાં પણ વધારો કરે છે. ઓફિસમાં કામ કરતા લોકોએ પણ શિયાળામાં થોડી વખત ઓફિસની બહાર નીકળીને તડકો અવશ્ય લેવો જાેઈએ જેથી તન અને મન સ્ફૂર્તિલા રહે.
વિટામિન ડી આપણા શરીર માટે મહત્વનું છે.

શિયળામાં હુંફાળો તડકો લેવાથી શરીરને વિટામિન ડી મળે છે. પંદર મિનીટ સુધી તડકામાં રહેવાથી ફાયદો થાય છે. પરંતુ એક વાત ધ્યાનમાં રાખવી તે શિયાળામાં તડકામાં બેસતા પહેલા શરીરને સનસ્ક્રીન અવશ્ય લગાડવું. શિયાળામાં તડકાનો શેક લેવાથી ચહેરો ગ્લો કરે છે. તેમજ સાથેસાથે તાવ, શરદી, ઉધરસ જેવી સામાન્ય તકલીફ હોય તો દૂર થાય છે તડકાના સેકથી ઈમ્યુન સિસ્ટમ મજબુત થાય છે. જેથી બીમારીથી લડવાથી રક્ષણ મળે છે.

સૂર્યની રોશનીમાં બેસવાથી શરીરમાંના રકતમાંની ઓક્સિનની માત્રા વધે છે જેથી અસ્થમાં જેવા દર્દીઓને રાહત મળે છે. તડકાનો રોક લેવાની સાથેસાથે ઓઈલ મસાજ કરવાથી શરીરના દુઃખાવામાં રાહત થાય છે. તેમજ ત્વચા નિખરે છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers