Western Times News

Gujarati News

કોર્પોરેટ ક્ષેત્ર ‘ Pay and Smile’ પર કાર્ય કરે છે, જ્યારે BAPS NGO ‘ Serve and Smile’ પર કાર્ય કરે છે

baps-human-resource-development-network-nhrdn-role-of-hr

BAPS ના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું, “ જ્યારે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કહ્યું કે ૩૦ દિવસ માટે ૬૦૦ એકર ભૂમિમાં આટલો પુરુષાર્થ કરવાનું શું કારણ છે ત્યારે મેં જણાવ્યું કે અમે આ મહોત્સવ દ્વારા વિશ્વ પ્રત્યે પ્રમુખસ્વામી મહારાજના પ્રેમ અને સેવાને અભિવ્યક્ત કરી છે.

HR – માનવ સંસાધન વિભાગની જવાબદારી નિયમો લાગુ કરવા પૂરતી નથી, પરંતુ માનવની સુખાકારી વધારવાની છે. ભગવદ ગીતા મનની સ્થિરતા પર ભાર મૂકે છે. પ્રમુખસ્વામી મહારાજ કહેતા, ‘જો તમારું મન સ્થિર હશે, હૃદય શુદ્ધ હશે અને આત્મા શ્રદ્ધાવાન હશે તો આ વિશ્વમાં કશું અશક્ય  નથી.’ સ્વયંસેવકોનું સમર્પણ પ્રમુખસ્વામી મહારાજે તેમની લીધેલી સંભાળને આભારી છે.

 

BAPS સંસ્થા ૧૯૭૯ માં મોરબી રેલ હોનારત સમયે, ૧૯૯૯ માં ઑડિશા ચક્રવાત વખતે, ૨૦૦૧ માં ગુજરાત ભૂકંપમાં, ૨૦૦૪-૦૫ માં સુનામી રાહત કાર્યમાં તેમજ રશિયા-યુક્રેન યુદ્ધ વખતે ભારતીય વિદ્યાર્થીઓને મુક્ત કરાવવા સમયે પણ સેવામાં લાગી ગઈ છે. HR વિભાગીય વડાઓની જવાબદારી માત્ર સ્થિરતા જાળવવાની નથી પરંતુ આપની સંસ્થા અને આ વિશ્વને વધુ દયાવાન બનાવવાની છે. “

Dr. T.V. Rao Chairman of TVRLS Ex-Professor IIM (A)

ડો. ટી.વી. રાવે  (TVRLS ના ચેરમેન, પૂર્વ પ્રોફેસર – IIM Ahmedabad) જણાવ્યું,

“ ૬૦૦ એકરમાં ફેલાયેલા અને અદભૂત મેનેજમેન્ટનો સંસ્પર્શ પામેલા આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં યોજાયેલ આજની આ કોન્ફરન્સ ઐતિહાસિક બની ગઈ છે. હું ડો. કલામના પ્રમુખસ્વામી મહારાજ પર લખાયેલ પુસ્તક ‘ટ્રાન્સેનડેન્સ’ વાંચીને અભિભૂત થઈ ગયો. પ્રમુખસ્વામી મહારાજે ડો. કલામને ભારતની પ્રગતિ માટે આધ્યાત્મિકતાને  છટ્ઠા તત્ત્વ તરીકે   ઉમેરવાની વાત કરી હતી. HR ની કાર્યશૈલીમાં પણ અધ્યાત્મ ઉમેરાવું જોઈએ. સંસ્થાની ૮૦% મૂડી અદ્રશ્ય સંપદાઓમાં રહેલી છે.

આ કોન્ફરન્સમાં ઉપસ્થિત તમામે આ પુસ્તક વાંચવું જોઈએ અને પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી પ્રેરણા મેળવવી જોઈએ. “

મહિન્દ્રા ઈન્સ્યોરન્સ બ્રોકર્સ લિ., મહિન્દ્રા સ્ટીલ સર્વિસ સેન્ટર લિ. તેમજ મહિન્દ્રા ફર્સ્ટ ચોઈસ વ્હીલ્સ લિ. ના ચેરમેન શ્રી રાજીવ દુબેએ જણાવ્યું, “ સત્ય, પ્રાર્થના અને સેવાનાં મૂલ્યોને સર્વેએ આત્મસાત કરવા જોઈએ.”

Shri Krish Shankar (Executive Vice President and Group Head, HR Development Infosys)

ઈન્ફોસિસના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ અને ગ્રુપ HR Head શ્રી ક્રિશ શંકરે જણાવ્યું, “સ્વયંસેવાનો ભાવ ઊભો કરી શકવો તે HR ના કાર્યનો સાર છે. HR તરીકે આપણે સર્વસમાવેશક સંસ્થા તરફ લક્ષ રાખવું જોઈએ અને તે કેવી રીતે થઈ શકે તેના માટે BAPS  સંસ્થામાંથી પ્રેરણા મેળવવી જોઈએ.”

Uflex કેમિકલ્સના HR Head શ્રી સંદીપ ત્યાગીએ જણાવ્યું, “આપણે બૌદ્ધિક ક્ષમતાની સાથે ભાવનાત્મક સમજણ કેળવવા તરફ ધ્યાન રાખવું જોઈએ, આ વિશ્વને આપણા તરફથી આ ઉત્તમ ભેટ હશે. “

Shri Sandeep Tyagi (Head, HR Uflex Chemicals)

પેનલ ડિસ્કશન બાદ BAPS ના પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું, “ BAPS યુનો સાથે Consultative Status – એટલે કે સલાહકાર તરીકે સંકળાયેલ NGO છે. BAPS ના સંતો સમગ્ર સંસ્થાના વ્યવસ્થાપન અને માનવ સંસાધનનું કાર્ય કરે છે. કોર્પોરેટ ક્ષેત્ર ‘ Pay and Smile’ પર કાર્ય કરે છે, જ્યારે NGO ‘ Serve and Smile’ પર કાર્ય કરે છે.

યોગીજી મહારાજ નાનામાં નાના વ્યક્તિને માનવાચક સંબોધનથી બોલાવતા. પ્રમુખસ્વામી મહારાજ પોતાના જીવનમાં લાખો લોકોને વ્યક્તિગત મળ્યા. IQ અને EQ ( ઈમોશનલ કવોશન્ટ) ની સાથે saathe આ શતાબ્દી આધ્યાત્મિક સમજણ (Spiritual Quotient) કેળવવા પર ભાર મૂકવાની છે.”

પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય પર પુસ્તક ‘ In Love: At Ease’ ના લેખક  કોલંબિયા યુનિવર્સિટીના પ્રોફેસર યોગી ત્રિવેદીએ જણાવ્યું,

“ પ્રમુખસ્વામી મહારાજ શ્રેષ્ઠ માનવ સંસાધન પ્રબંધક હતા. એ એમની આધ્યાત્મિકતા હતી જેને કારણે હર કોઈ એમની સાથે સરળતાથી વ્યક્ત થઈ શકતા. પ્રમુખસ્વામી મહારાજે સૌને નિ:સ્વાર્થ પ્રેમ આપ્યો અને સર્વની સેવા કરી.”

પ્રમુખસ્વામી  મહારાજ  નગરમાં  ૩ અને ૪  જાન્યુઆરી, ૨૦૨૩, મંગળવાર-બુધવાર ના રોજ યોજાયેલ એકડેમિક કોન્ફરન્સ

વિષય: <ઋષિઓ અને સંતોનું ભારતના ઇતિહાસમાં પ્રદાન >

BAPSના મહામહોપાધ્યાય પૂ. ભદ્રેશદાસ સ્વામીએ જણાવ્યું , “ભારતના સંતોએ  તેની સંસ્કૃતિ, મૂલ્યો અને શ્રદ્ધાનું જતન કરવાનું કાર્ય કર્યું છે.”

BAPSના પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું , “સંતોનું કાર્ય આપણા જીવનને શીતળતા બક્ષવાનું છે. સાત તુકારામ, મીરાંબાઈ અને નરસિંહ મહેતા જેવા સંતોનું જીવન વૃતાંત આપણને દિશા દર્શન કરે છે. ભગવાન સ્વામિનારાયણના પરમહંસો, જેમણે તેમના જીવન દ્વારા ઇતિહાસ રચ્યો, તેમના દ્વારા કહેવાયેલો ઇતિહાસ વધુ પ્રાણવંત છે, કેમકે તે ઇતિહાસ લોકજીવનની ભીતર ઓતપ્રોત થયેલા જીવનમાંથી આવે છે.”

Sadhu Brahmviharidas Swami delivering an insightful session

ડેક્કન કોલેજ, પૂણેના કુલપતિ ડો. અરવિંદ જામખેડકરે જણાવ્યું,

“દરેક વ્યક્તિએ ઇતિહાસ પ્રત્યે જાગૃત રહીને તેનો અભ્યાસ કરવો જોઈએ. હિન્દુ ધર્મની વેદિક સમયથી આજપર્યંત વહી રહેલી ધારાનો ઇતિહાસ રોચક છે.”

BAPSના પરમતત્વ સ્વામીએ જણાવ્યું, “૧૯૭૪માં વચનામૃત ગ્રંથની અંગ્રેજી આવૃત્તિના લોકાર્પણ સમયે ખાસ ધ્યાનાકર્ષક અને સૌને સ્પર્શી ગયેલી વાત દરેક વચનામૃતનો પ્રારંભિક ફકરો છે, જેમાં જે તે દિવસ અને સમયનો ઉલ્લેખ, તે સમયનું  સમગ્ર વાતાવરણ, ઉપસ્થિત શ્રોતાગણ સર્વેનો ઉલ્લેખ છે.

નમ્રતા સર્વ ગુણનો જનક છે. યોગીજી મહારાજ નમ્રતા અને દાસભાવને મહાનતાનું લક્ષણ ગણાવતા. ૨૧ મે , ૧૯૫૦ માં BAPS સંસ્થાના પ્રમુખ તરીકે નિયુક્ત થયા, ત્યારે પ્રમુખસ્વામી મહારાજે વાસણ ઘસવાની સેવા કરેલી. ૧૯૭૧ સુધી પ્રમુખસ્વામી મહારાજે  દાસભાવે યોગીજી મહારાજની આજ્ઞામાં રહીને કાર્ય દીપાવ્યું. અક્ષરધામનું સર્જન હોય કે ગિનીઝ બુકના સન્માન હોય, પ્રમુખસ્વામી મહારાજ સદા દાસ, સેવક થઈને રહ્યા.  ”

વેદાંત વિભાગના શ્રી પ્રોફેસર રામકૃષ્ણ ત્રિપાઠીએ જણાવ્યું, “પ્રમુખસ્વામી મહારાજ સ્વયં ઇતિહાસપુરુષ છે. તેમણે સમાજ ઉત્થાનનું કાર્ય કર્યું, સનાતન ધર્મનું રક્ષણ અને પોષણ કર્યું. પરમાત્મા સ્વયં પ્રમુખસ્વામી મહારાજ રૂપે અવતરિત થયા. વેદાદિક શાસ્ત્રોના અધ્યયનને પુષ્ટિ આપી. ભારતમાં જ નહીં, પરંતુ વિદેશોમાં હિન્દુ મંદિરોનું સર્જન કર્યું. નુતન વૈદિક દર્શન – અક્ષર પુરુષોત્તમ દર્શનની  ભેટ આપી.

ICHRના શ્રી આર. સી . સિન્હાએ જણાવ્યું, “મારું સદભાગ્ય છે કે પ્રમુખસ્વામી મહારાજને ચાર વાર મળવાનું સૌભાગ્ય મને પ્રાપ્ત થયું હતું. BAPS સંસ્થાના પ્રત્યેક સંતના નામ પાછળ ‘દાસ’ લાગે છે, તે તેઓની સેવાભાવનાનું પ્રતીક છે.”

શ્રી જટાશંકર ત્રિવેદીએ જણાવ્યું, “અખિલ ભારતીય દર્શન પરિષદ અને BAPS અક્ષરધામ સંસ્થા સાથે ગાઢ સંબધ રહ્યો છે. તુલસીદાસજીએ રામચરિત માનસમાં સંતના જે લક્ષણો વર્ણવ્યા હતા, તે તમામ લક્ષણો પ્રમુખસ્વામી મહારાજમાં જોવા મળતા.”

Dr. Rajeshri Narendran (Director, NTPC School of Business) and Ratna Joshi (Customer Excellence Academy, Tata Motors)

ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગના અધ્યક્ષ, ઇંડિયન હિસ્ટરી કોંગ્રેસના પ્રમુખ શ્રી મકરંદ મહેતાએ જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજ આધુનિક સમયના મહાનતમ સંત હતા.”

BAPSના ડો અક્ષરાનંદ સ્વામીએ જણાવ્યું,

“ત્રણ પ્રકારના માનવી હોય છે. ઇતિહાસ સર્જનાર, ઇતિહાસ લખનાર, ઇતિહાસ વાંચનાર. પ્રમુખસ્વામી મહારાજ ઇતિહાસસર્જક પુરુષ હતા. પ્રમુખસ્વામી મહારાજે પ્રવૃત્તિને ભક્તિનો ભાગ ગણી હતી.”

અખિલ ભારતીય ઇતિહાસ સંકલન યોજનાના શ્રી બાલમુકુંદ પાંડેએ જણાવ્યું,

“૨૫ વર્ષ પહેલાં મોગલો અને બ્રિટિશરોના પ્રદાન વિષે ચર્ચાઓ થતી, આજે સંતોના પ્રદાન વિષયક ચર્ચા થઈ રહી છે, આ નવા ભારતની તાસીર છે.  પ્રમુખસ્વામી મહારાજે દિલ્લીમાં અક્ષરધામનું સર્જન કરીને ભારતીય સંસ્કૃતિને અભૂતપૂર્વ અંજલિ આપી છે. ભારતીય ઇતિહાસને ભારતીય દ્રષ્ટિથી નિરાખવામાં આવશે ત્યારે આપણે આપનું મૂલ્ય યથાર્થ સમજી શકીશું.”

BAPS સ્વામિનારાયણ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, દિલ્લીના પૂ. જ્ઞાનાનંદ સ્વામીએ જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજે ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત દાર્શનિક સિદ્ધાંતને પોષણ આપ્યું. ભગવાન સ્વામિનારાયણના ઉપદેશોમાં જીવ, ઈશ્વર, માયા , બ્રહ્મ, પરબ્રહ્મ એમ પાંચ તત્વોનું નિરૂપણ થતું. પ્રમુખસ્વામી મહારાજે સાધુ ભદ્રેશદાસ સ્વામીને શ્રીમદ ભગવદ ગીતા, ઉપનિષદ અને બ્રહ્મસૂત્ર પર સ્વામિનારાયણ ભાષ્ય રચવાની પ્રેરણા કરી, જેમાં ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતો સમાવિષ્ટ થઈ જાય.”

શ્રી શંકરાચાર્ય પ્રોફેશનલ યુનિવર્સિટીના શ્રી સદાનંદ શશીએ જણાવ્યું,

“મેં ‘લાઇટ એન્ડ સાઉન્ડ શો’માં જોયું કે પ્રમુખસ્વામી મહારાજ ક્યાંય રોકાયા વગર અવિરત વિચરણ કરતા રહ્યા. સમગ્ર વિશ્વ એમનું ઘર હતું. ‘બીજાના ભલામાં આપણું ભલું’ એવો વિચાર સંતહૃદયમાં જ સંભવી શકે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.