Western Times News

Gujarati News

દ્વારકા પાસે આવેલા નયનરમ્ય શિવરાજપુર બીચ પર ઉભું કરાશે ટેન્ટ સિટી

દ્વારકા, દેવભૂમિ દ્વારકા પાસે આવેલો શિવરાજપુર બીચ પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય બ્લૂ ફ્લેગ સર્ટિફિકેટ મેળવનારો ગુજરાનો એકમાત્ર દરિયો છે. એક સ્વચ્છ અને શાંત તેવા આ દરિયાકિનારે ફરવા માટે આવતા પ્રવાસીઓની સંખ્યામાં છેલ્લા બે-ત્રણ વર્ષમાં જબરદસ્ત વધારો થયો છે. શિવરાજપુર બીચને વિકસિત કરવા અને તેને વર્લ્ડ ક્લાસ બનાવવા માટે રાજ્ય સરકાર કંઈ નવું આયોજન કરી રહી છે.

શિવરાજપુર વિસ્તારમાં રહેવા માટે હોટેલની કોઈ વ્યવસ્થા નથી. તેથી ત્યાં ફરવા જતાં લોકોને દ્વારકામાં રોકાવું પડે છે અને ત્યાંથી વાહન કરીને સ્થળ પર પહોંચે છે. પ્રવાસીઓને આ તકલીફ ન થાય તે માટે ટૂરિઝમ વિભાગ ટેન્ટ સિટી બનાવવા જઈ રહ્યું છે. આ પાછળ આશરે ૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવશે.

ગુજરાતમાં પહેલા માંડવી, ડુમ્મસ, સોમનાથ અને ચોરવાડ વિસ્તારમાં આવેલા દરિયાકાંઠે વધારે ધસારો જાેવા મળતો હતો. પરંતુ શિવરાજપુર બીચને આંતરરાષ્ટ્રીય ફલક પર ખ્યાતિ મળતાં ત્યાં લોક વધારે જવા લાગ્યા છે. આ દરિયાકિનારાની ખાસિયત એ પણ છે કે, તે અન્યની જેમ ગાંડોતુર નથી અને એકદમ સુરક્ષિત છે. અહીં કેટલીક વોટર એક્ટિવિટી પણ કરાવવામાં આવે છે.

જેમાં સ્કૂબા ડાઈવિંગ, સ્નોર્કલિંગ, બોટિંગ, આઈલેન્ડ ટુર તેમજ સી બાથનો સમાવેશ થાય છે. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગત વર્ષે ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે શિવરાજપુર બીચની મુલાકાત લીધી હતી અને અહીંની સુંદરતાને વખાણી હતી.

આ મુલાકાત દરમિયાન તેમણે માધવપુરમાં સાંસ્કૃતિક મેળાનું ઉદ્‌ઘાટન પણ કર્યું હતું. ગુજરાતના પ્રવાસન સ્થળોનો પ્રચાર દેશભરમાં થાય તે પ્રકારનો ભૂપેન્દ્ર પટેલની સરકારની કેબિનેટ બેઠકમાં ગત વર્ષે લેવામાં આવ્યો હતો. જેમાં વૈશ્વિક સ્તરે પ્રચલિત એવા દેશના ૭ પ્રવાસન અને ધાર્મિક સ્થળ પર ગુજરાત પ્રવાસન વિભાગની બ્યુરો ઓફિસ બનાવવાનું આયોજન કરાયું છે.

આ ઓફિસમાં ગુજરાતના ફરવા લાયક તમામ સ્થળોની માહિતી તથા જાણકારી આપતા મટિરિયલ રાખી લોકોને માહિતગાર કરવામાં આવે છે. અયોધ્યા, વારાણસી, દહેરાદૂન, ભુવનેશ્વર, ઇન્દોર, ચંદીગઢ, નાગપુર ખાતે ઓફિસ કાર્યરત કરવામાં આવી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.