Western Times News

Gujarati News

એઈસી બ્રિજ જંકશન પર રાત્રે ગરીબ બાળકોની આડમાં ડ્રગ્સનું વેચાણ

ડ્રગ્સ એડિકટ યુવાનોને બાળકો પલકારામાં ડ્રગની પડીકી આપીને અદૃશ્ય થઈ જાય છે

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રાત્રે ચોરીછુપીથી નહી પણ ખુલ્લેઆમ ડ્રગ્સનું વેચાણ થઈ રહયું છે. અને ડ્રગના ધંધામાં ગરીબ પરીવારોના દીકરા-દીકરીઓને જાેતરવામાં આવી રહયા હોવાના કેટલાંક કિસ્સા શહેરના પશ્ચિમ ઝોનના નારણપુરા એ.ઈ.સી.બ્રીજ નીચેના જંકશન નીચે ચાલી રહયા હોવાની ચોકાવનારી માહિતી બહાર આવવા પામી છે.
દેખીતી રીતે જ ડ્રગ્સના આ ધંધામાં ડ્રગ્સના મોટા વેપારી પાસેથી ડ્રગ્સનો જથ્થો નાના વેપારીને પહોચાડવામાં આવે છે.

આ નાનો વેપારી ડ્રગ્સના બંધાણી યુવાનોને છુટક છુટક ધંધામાં ગરીબ પરીવારરના કિશોર વયના દીકરા-દીકરીઓનો ઉપયોગ કરવામાં આવી રહયો છે. જેઓ ગ્રાહકને શાની પડીકી આપી રહયા છે, તેની કોઈ ખબર જ હોતી નથી. જેમણે આ ડ્રગ્સની પડીકી આ ગરીબો દ્વારા વેચાઈ રહી છે તે નજરોનજરો જાેનારા એમ જણાવી રહયા છે. કે નારણપુરા એ.ઈ.સી. સર્કલ એટલે કે. એ.ઈ.સી. બ્રિજ નીચે વાહન આવન-જાવનના બે ભાગ એટલે કે જંકશન છે એ જંકશન પર ડ્રગ્સની પડીકીઓની આપ-લે ચાલી રહી છે.

એ.ઈ.સી. બ્રીજનીચે આસપાસમાં ઝૂંપડપટ્ટી અને ચાલીમાં રહેતા ગરીબ પરીવારોને પેલા ડ્રગ્સના વેપારી રોજ રોકડા રૂ.આપીને અહીંતહી અંધારામાં ઉભા રાખે છે. ત્યારે ડ્રગ્સ લેવા મોટરકાર, બાઈક કે એકટીવા પર સવાર થઈને બે કે ત્રણ યુવાનો આવે તે યુવાનો આવતા જ પેલા ગરીબ દીકરા-દીકરીને ઈશારાથી પેલા વાહનવ્યવહારની ઓળખ કરાવવામાં આવે છે. અને કહેવામાં આવે છે કે જાવા પેલા ગરીબ જંકશન પર ઉભેલા વાહનસવારોને એટલી ઝડપથી પેલી પડીકી આપીને એવો અદૃશ્ય થઈ જાય છે કે પલભરમાં શું થયું એ કોઈ જાણી શકતું નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.