બ્રહ્માકુમારીઝના મુખ્યાલય આબુમાં રાષ્ટ્રપતિએ ધ્યાન યોગ ચર્ચા કરી
(પ્રતિનિધિ) પાલનપુર, પોતાના અધ્યાત્મ સશક્તિકરણ પ્રવાસે ૨ દિવસ બ્રહ્માકુમારીઝ ના આબુ શાંતિવન મા. આબુ જ્ઞાન સરોવર પાંડવ ભવન ખાતે આવેલ દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ એ મૌન રહી ગહન રાજ યોગા તપસ્યા જ્ઞાનયોગ ક્લાસ તથા અધ્યાત્મ ચિંતનમાં ૬ કલાક સફળ કર્યા.
બ્રહ્માકુમારીઝ મીડિયાના જણાવ્યા નુસાર ૩ જાન્યુઆરી રાત્રે રાષ્ટ્રપતિ શાંતિવનથી મા. આબુ જ્ઞાન સરોવર ખાતે રાત્રી રોકાણ બાદ પોતાના અધ્યાત્મ સશક્તિકરણ ના ધ્યેય માટે સવારે ૩ઃ૩૦ કલાકે યોગા રૂમમાં પહોંચેલ અને ૫ વાગ્યા સુધી ગહન રાજયોગા તપસ્યા ૧ કલાક કરેલ ત્યારબાદ સશક્ત ઈશ્વરીય ચિંતનમાં પોતાને મૌનમાં રહી જ્ઞાન મોરલી ક્લાસ ૭ થી ૮ વાગ્યા સુધી હાજરી આપેલ.
જ્યાં પોતાનો અનુભવ દર્શાવતા જણાવેલ કે વ્યક્તિગત જીવનમાં આવેલ મુશ્કેલીમાં બ્રહ્માકુમારી બહેનોના સંપર્ક થી મારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવેલ જેને કાયમ રાખવા આજે પણ મને પરમાત્મા શિવ સવારે અમૃતવેલા ૩ઃ૩૦ વાગે પ્રેરણા આપી જગાડવાનો અનુભવ કરું છું . હું નિયમિત સવારનો ૩ કલાકનો સમય રાજ યોગા સાધના અધ્યાત્મ મુરલી જ્ઞાન માં સફળ કરું છું. અને દિવસ ભર દેશ સેવાના કાર્યમાં કર્મયોગી બનવા પૂરું પાર્થ કરું છું.
રાષ્ટ્રપતિએ બ્રહ્મા બાબાની સમાધિમાં શ્રદ્ધાંજલિ આપી ભાવવિભોર થયેલ જણાવેલ કે મહિલા શક્તિને સન્માન વૈશ્વિક પરિવર્તનના કાર્યમાં નિમિત બનાવી વિશ્વને નારી શક્તિની સાચી ઓળખ બ્રહ્મા બાબાએ આપેલ છે. જે મારા જીવનના પ્રેરક છે. બાબાના યોગ રૂમમાં ગહન તપસ્યા કરી પાંડવ ભવનની યાત્રા કરી તેણી જ્ઞાન સરોવર ભોજન કરી બપોરે ૨ વાગે રાજસ્થાનના પાલી જવા રવાના થયેલ સેનાના વિમાન દ્વારા.
બ્રહ્માકુમારી વિદ્યાલયના સર્વ આયોજકે દેશના રાષ્ટ્રપતિ ભારતને વિશ્વ ગુરુ બનાવવા વૈશ્વિક ભાતૃત્વ ભાવના એક વિશ્વ એક પરિવારનો સંદેશ આપવા સશક્ત મહિલા તરીકેની છાપ ધરાવે છે. અને આગામી સમયમાં વિશ્વ ભારતીય અધ્યાત્મની શક્તિને ઓળખી ભારતની મહાનતાને અનુકરણ કરશે તેવી શુભકામના વ્યક્ત કરેલ.