વિરપુર તાલુકાના ૩૨ જેટલા ગામોમાં જળસંકટ દૂર થશે
(પ્રતિનિધિ) વિરપુર, મહિસાગર જીલ્લાના વિરપુર તાલુકાના ૩૨ જેટલા ગામોને સુજલામ સુફલામ્ યોજનામાંથી એકપણ ગામોને આજદિન સુધી લાભ મળ્યો નથી આ વિસ્તારના ખેડૂતોની ખેતી ચોમાસું પર ર્નિભય બની રહી છે ત્યારે આ વિરપુર તાલુકાના ૩૨ જેટલા ગામોનું જળસંકટ નિવારવા તેમજ સિંચાઇ નો લાભ આપવા સિંચાઇ વિભાગ દ્વારા રૂ ૨૨૫.૬૯ કરોડની યોજના મંજૂર કરવામાં આવતા ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે ખેડા, અરવલ્લી-મહિસાગર જિલ્લાના આઠ તાલુકાઓ કપડવંજ, કઠલાલ, લુણાવાડા, વિરપુર, મહુધા, ગળતેશ્વર અને બાયડ તાલુકાના ગામડાઓનો મોટો હિસ્સો નર્મદા મુખ્ય નહેર અને સુજલામ- સુફલામ સ્પ્રેડિંગ કેનાલની વચ્ચે આવેલો છે આ આઠ તાલુકાના મોટા ભાગના ગામડાઓને કોઈ સ્ત્રોતમાંથી સિચાઈના પાણીનો લાભ મળતો નથી.
સિંચાઈથી વંચિત આ વિસ્તાર મુખ્યત્વે ખેતી પર ર્નિભર છે. પરંતુ અનિયમિત ચોમાસું અને કમાન્ડ વિસ્તાર પાસે સિંચાઈના સાધનોની સુવિધા ન હોઈ ખેતી માત્ર વરસાદ પર આધાર રાખે છે. ખરીફ વાવેતરને અને રવિ સિઝન માટે પાછી મળી રહે અને આ વિસ્તારમાં જળસંચયથી ભુગર્ભજળ રિચાર્જ થાય, સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે સરકારે રૂ.૨૨૫.૬૯ કરોડની યોજનાને સૈદ્ધાંતિક મંજુરી આપતા વિરપુર તાલુકાના ૩૨ ગામોની ખેતીની જમીનને સિંચાઇના પાણીનો લાભ મળતો થશે.
વિરપુર તાલુકાના બાર, ભાટપુર,ભાટપુર ફુટેરા,બોર અલુજી,બોર વરેઠા,ચોરી, દાંતલા,ડેભારી ધાટડા,ડેભારી,ધોળી ધાટડીયુ,ધોરાવાડા રાજેણા, જાંબુડી, જાેધપુર,જુના ભાટપુર, કસલાવટી,ખરોડ,ખાટા,ખાટા ડેમ, કુંભરવાડી,કોયડમ,લીબોડા કુંભરવાડી,માલીવાડના મુવાડા, મોટીબાર, મોતીપુરા ભાટપુર, નાર કેવડીયા, રામપુરા, રણજીતપુરા, રોઝાવ, સાલૈયા, સારીયા, વધાસ, વધાસ સહિતના ગામોના સિંચાઇ દ્રારા પાણી પુરૂ પાડવામાં આવશે…
વિરપુર તાલુકાના હાલના સમયે માત્ર ચોમાસું વાવેતર કરવામાં આવી રહ્યું છે ત્યારે હાલની પરિસ્થિતિમાં અનેક ગ્રામ્યવિસ્તારો પાણીનો કકળાટ અત્યારથી શરૂ થઈ ગયો છે ત્યારે વિરપુર તાલુકાના ૨૭ પૈકી એકજ તળાવ છે જે સિંચાઇ દ્રારા ભરવામાં આવી રહ્યું છે ત્યારે બાકીના તળાવ માત્ર ચોમાસાના સમયે વરસાદી પાણીથી ભરાય છે એ પણ માત્ર બે ત્રણ માસમાં તળાવોના તળીયા દેખાવા લાગે છે.