Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દેવગઢબારિયા ટાઉન વિસ્તારમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે શખ્સ ઝડપાયો

(પ્રતિનિધિ) દે.બારીઆ, દાહોદ જિલ્લાના દેવગઢબારિયા પોલીસે પ્રોહી અંગેની મળેલ બાતમીને આધારે દેવગઢબારિયા બજાર તરફ ગોઠવેલ વોચ દરમિયાન રૂપિયા ૯૩ હજાર ઉપરાંતની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સાથે એક્સ યુવી ફોરવીલ ગાડી તેમજ પાઇલોટિંગ કરી રહેલ સ્વીફ્ટ ગાડી પકડી પાડી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતના મોબાઈલ સહિત રૂપિયા ૬,૯૮,૬૬૦/-ના મુદ્દા માલ સાથે જુૈકં ગાડી ના ચાલકને ઝડપી પાડી પકડાયેલા તે ચાલક સહિત કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહીનો ગુનો નોંધ્યાનુ પોલીસ સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દેવગઢ બારીયાના સિનિયર પી.એસ.આઇ બી એમ પટેલ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓ સાથે દેવગઢ બારીયા નગરમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે સિંગવડ તાલુકાના ચાચકપુર ગામે રહેતો ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી તેની જીજે.૦૫.જેઈ.૭૪૮૫ નંબરની એક્સ યુ વી ફોરવીલ ગાડીમાં તેના માણસો મારફતે ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરાવી લઈ કુલદીપ હોટલ બાજુથી દેવગઢબારિયા બજાર તરફ આવી રહેલ છે.

જે બાતમીના આધારે દેવગઢબારીયા પોલીસે દેવગઢબારિયા ટાઉન વિસ્તારમાં વ્યુહાત્મક વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમી વાળી એક્સયુવી ગાડી તેમજ તેની આગળ પાયલોટિંગ વાળી જુૈકં ગાડી આવતા વોચમાં ઉભેલ દેવગઢબારિયા પોલીસે તે ગાડીઓને ઉભી રાખવા ઈશારો કરતા તે ગાડીઓના ચાલકોએ ગાડી ઉભી ન રાખી પૂરપાટ દોડાવી દેવગઢબારિયા કાપડી તરફ ભાગ્યા હતા.જેથી પોલીસે બંને ફોરવીલ ગાડી નો ફિલ્મી ઢબે પીછો કરતા એક્સ યુ વી ગાડી નો ચાલક તેની ગાડી મૂકી નાસી ગયો હતો.

જ્યારે જુૈકં ગાડીનો ચાલક પંચેલા ગામનો જશવંતભાઈ ભીમજીભાઇ ભરવાડ જુૈકં ગાડી સાથે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. પોલીસે એક્સયુવી ગાડીમાંથી ઇંગ્લિશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો તેમજ બીયર ટીન મળી કુલ રૂપિયા ૯૩,૬૬૦/-ની કુલ કિંમતની બોટલ નંગ-૫૨૮ ભરેલ પેટીઓ નંગ -૨૫ પકડી પાડી પકડાયેલ જશવંતભાઈ ભીમજીભાઇ ભરવાડ પાસેથી રૂપિયા ૫૦૦૦/-ની કિંમતનો મોબાઇલ ફોન તથા રૂપિયા ૬ લાખની કિંમતની બે ફોરવીલ ગાડીઓ મળી રૂપિયા ૬,૯૮,૬૬૦/-નો મુદ્દા માલ કબજે લઈ ચાચકપુર ગામના ઉપેન્દ્રભાઈ કાળુભાઈ ભેદી, એક્સયુબી ગાડીના ચાલક ગેનાભાઇ તથા દારૂ મંગાવનાર ભથવાડાના અશ્વિનભાઈ ઉર્ફે બેટરી મળી કુલ ચાર જણા વિરુદ્ધ પ્રોહિબિશન નો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version