Western Times News

Gujarati News

હાર બાદ અર્શદીપ સિંહ પર ગુસ્સે થયો હાર્દિક પંડ્યા

નવી દિલ્હી, ગુરુવારે શ્રીલંકા સામે રમાયેલી બીજી ્‌૨૦ મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ કેપ્ટન હાર્દિક પંડ્યાનો ગુસ્સો અર્શદીપ સિંહ પર ફૂટ્યો હતો.

અર્શદીપની તબિયત ઠીક ન હોવાના કારણે તે સીરિઝની પહેલી મેચ રમી શક્યો નહોતો પરંતુ જ્યારે તેણે કમબેક કર્યું તો તેનું પર્ફોર્મન્સ નિરાશાજનક રહ્યું હતું. એક જ ઓવરમાં તેણે ત્રણ બોલની હેટ્રિક નાખીને ૧૯ રન ખર્ચ કરી દીધા હતા.

મેચ ખતમ થયા બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં મુરલી કાર્તિક સાથે વાતચીત કરતાં પંડ્યાએ કહ્યું હતું કે, કોઈ પણ ફોર્મેટમાં નોબોલ ફેંકવો તે ગુનો છે અને આવી સામાન્ય ખામીનું પુનરાવર્તન ફરીથી ન થવું જાેઈએ. બોલિંગ અને બેટિંગ બંનેમાં પાવરપ્લેમાં અમને નુકસાન થયું હતું.

અમે કેટલીક સામાન્ય ભૂલો કરી હતી, જે આ લેવલ પર અમારે ન કરવી જાેઈએ. શીખવું મહત્વનું છે, જેનાથી આપણે કંટ્રોલ કરી શકીએ છીએ. તમારો દિવસ ખરાબ હોઈ શકે છે પરંતુ મૂળ બાબતોથી દૂર ન જવું જાેઈએ. આ સ્થિતિમાં તે મુશ્કેલ છે.

ભૂતકાળમાં પણ તેણે (અર્શદીપ) નોબોલ નાખ્યા છે. કેપ્ટન તરીકે મારું માનવું છે કે, તમે ફ્રીમાં રન આપી શકો નહીં. રન માટે દોડવું બરાબર છે પરંતુ નોબોલ નહીં. હું કોઈના પર દોષનો ટોપલો નાખી રહ્યો નથી પરંતુ તેણે પરત જવાની અને આ લેવલ પર આ ભૂલ ફરીથી નહીં થાય તેની ખાતરી કરવાની જરૂર છે.

હું દોષ નથી આપતો પરંતુ નોબોલ ગુનો છે. ટીમમાં જે પણ આવે તેમને તેઓ જેમાં કમ્ફર્ટેબલ હોય તે રોલ આપવામાં આવે છે. કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ જીત્યા બાદ પહેલા બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું અને પહેલી ઓવર તેણે નાખી હતી. બીજી ઓવર અર્શદીપ સિંહને સોંપવામાં આવી હતી, પરંતુ પહેલા જ બોલમાં પાથુમ નિશંકાએ ચોગ્ગો ફટકારીને લાઈન લેંથને ખરાબ કરી દીધી હતી.

બીજા અને ત્રીજા બોલ પર અર્શદીપે શાનદાર વાપસી કરી હતી અને નિશંકાને રન નહોતા બનાવવા દીધા. ત્યારે બધાને એવું લાગતું કે, અર્શદીપ પોતાની આ ઓવરને સારી રીતે કાઢશે પરંતુ પાંચમો બોલ નોબોલ થઈ ગયો. તેવામાં ઓવરનો અંતિમ બોલ પણ ફ્રી થઈ ગયો.

ત્યારબાદ તેણે સતત બે નોબોલ નાખ્યા હતા, જેના પર કુશલ મેંડિસે ચોગ્ગો અને છગ્ગો માર્યો હતો. આમ બે ઓવરમાં અર્શદીપે ૧૯ રન ખર્ચ્યા હતા. આ સાથે ટી૨૦ ક્રિકેટમાં અર્શદીપના નામ પર એક એવો રેકોર્ડ નોંધાયો છે, જેને તે ક્યારેય યાદ નહીં કરવા માગે.

અત્યારસુધીના કરિયરમાં અર્શદીપ ટી૨૦ ઈન્ટરનેશનલમાં સૌથી વધારે નોબોલ ફેંકનારો બોલર બની ગયો છે. આ ફોર્મેટમાં તેના નામ પર કુલ ૧૨ નોબોલ થયા છે. આ મામલે પાકિસ્તાનનો હસન અલી, વેસ્ટઈન્ડિઝનો કીમો પોલ અને ઓશેન સ્મિથ ૧૧-૧૧ નોબોલની સાથે બીજા સ્થાન પર છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.