Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લગ્નેત્તર સંબંધોના ૧૮૧ અભયમને મળતા કોલ્સમાં થયો વધારો

અમદાવાદ, શહેરના પશ્ચિમ વિસ્તારમાં રહેતી એક મહિલા બીજા બાળક સાથે ગર્ભવતી થઈ ગઈ. પરિવારે આ અવસરને ધામધૂમથી ઉજવ્યો, પરંતુ મહિલા આશ્ચર્યજનક રીતે ઉદાસ હતી. પતિ દ્વારા ભૂલથી કહી દેવામાં આવ્યું કે, આ બાળક તેનું નહીં પણ તેના મોટા ભાઈનું હતું. વાતચીતથી જાણવા મળ્યું કે, ભાઈ તેની ભાભી સાથેના અફેરથી ખુશ હતો. તે તેની પત્નીને તેના માટે છોડવા માટે તૈયાર નહોતો.

આખરે સગર્ભા મહિલાને તેના પતિએ ઘરમાંથી કાઢી મૂકી હતી. અભયમ ૧૮૧ મહિલા હેલ્પલાઈન દ્વારા લગ્નેત્તર સંબંધોને લગતા ૨૦૨૨માં દર કલાકે એક કેસના દરે પ્રાપ્ત કરાયેલા ૯૩૮૨ ફોનમાંનો એક હતો.

ખરેખરમાં ૨૦૧૮થી ૨૦૨૨ સુધી જીવનસાથીની બેવફાઈથી કરવામાં આવેલા કોલ ૩૮૩૭થી વધીને ૯૩૮૨ થઈ ગયા છે. જેમાં ૨.૫ ગણાનો વધારો દર્શાવે છે. ઘરેલુ હિંસા અને ત્રાસ બાદ લગ્નેત્તર સંબંધોના હેલ્પલાઈન પર ત્રીજા સૌથી વધુ કોલવાળી શ્રેણી હતી. આવા કોલ મુખ્ય રીતે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી આવે છે.

આવા પ્રકારના કોલ મુખ્યત્વે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાંથી આવે છે. ૯૦૦૦થી પણ વધુ કોલમાંથી ૪૪૨૬ કે લગભગ અડધા કોલ ચાર મુખ્ય શહેરોમાંથી આવ્યા હતા. અમદાવાદની હેલ્પલાઈનના કોર્ડિનેટર ફાલ્ગુની પટેલે જણાવ્યું હતું કે, છેલ્લાં ત્રણ વર્ષથી તેઓએ લગ્નેતર સંબંધો પર ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ જાેયો છે.

જેમાં મોટા ભાગે કુટુંબના નજીકના સભ્યો, સહકર્મી, મિત્ર કે ઓનલાઈન પરિચિચ હોય છે. પત્ની અથવા ગર્લફ્રેન્ડ મદદ માટે હેલ્પલાઈનનો સંપર્ક કરે છે. અગાઉ આવા કેસો મુખ્ય શહેરોમાં વધુ કેન્દ્રિત હતા.

પરંતુ હવે અમને લગભગ તમામ વિસ્તારોમાંથી કોલ આવી રહ્યા છે. જાગૃતિમાં પણ વધારો થયો છે કે આવા મુદ્દાઓને ઉકેલવાનો એક માર્ગ હોઈ શકે છે, એવુ ઈસ્ઇૈં ગુજરાતના સીઈઓ જશંવત પ્રજાપતિએ જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું કે, હેલ્પલાઈન પરના કોલ્સમાં એકંદરે વધારો થવાનું એક કારણ વધુ સારી જાગૃતિ અને વ્યાવપક પહોંચ હોઈ શકે છે.

મહિલાઓના મુદ્દા માટે કામ કરતી અને શહેરમાં આવેલી છઉછય્ દ્ગય્ર્ંના સેક્રેટરી ઝરણા પાઠકે જણાવ્યું હતું કે તેઓએ ૨૦૨૦ અને ૨૦૨૧ની સરખામણીમાં ૨૦૨૨માં ઘરેલુ હિંસાના કેસોમાં વધારો જાેયો છે. આર્થિક મુદ્દાઓ સાથે લગ્નેત્તર સંબંધો આ આવી ઘટનાના પ્રાથમિક કારણોમાંથી એક હોવાનું સામે આવ્યું છે. આવા કેસો વધુ હોઈ શકે છે, કારણ કે ઘણીવાર ઔપચારિક એજન્સીઓનો સંપર્ક કરતી નથી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers