Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કંપનીના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવી ૧.૯૫ લાખની લૂંટ

ગોડાઉનમાં ચોકીદાર બેઠો હતો ત્યારે ત્રણ લૂંટારુઓ ત્રાટક્યા

રાજકોટ, ગુજરાતમાં ચોરી અને લૂંટના કેસ વધી રહ્યાં છે. પોલીસનું નાઈટ પેટ્રોલિંગ પણ સવાલોમાં ઘેરાયું છે. તાજેતરમાં જ હાઈકોર્ટે પોલીસ તંત્રને પેટ્રોલિંગને લઈને આદેશો આપ્યા હતાં. પરંતુ ચોરો અને લૂંટારાઓને હવે પોલીસને કોઈ ડર રહ્યો ના હોય તેમ બનાવો વધી રહ્યાં છે.રાજકોટમાં એક કંપનીના ગોડાઉનમાં ચોકીદારને બંધક બનાવીને લૂંટારા ૧.૯૫ લાખની રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયાં છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે.

કંપનીના ડીલરે મીડિયાને જણાવ્યું હતું કે, ૩ જેટલા લૂંટારુઓ અમારા ગોડાઉન પર આવ્યા હતા જેમાંથી એક લુટારુએ વંડો ઠેકીને અંદર પ્રવેશ કરીને ગોડાઉનનો દરવાજાે ખોલી નાખ્યો હતો. ત્યાર બાદ બીજા બે લૂંટારુ અંદર પ્રવેશ્યા હતાં. ગોડાઉનના ચોકીદાર બેઠા હતા જેને લૂંટારુઓ બંધક બનાવી ગોડાઉનમાં રાખેલા ૧.૯૫ લાખ લૂંટી ફરાર થઇ ગયા છે. ચોકીદારે આ બનાવની જાણ ગોડાઉન માલિકને કરી હતી. ત્યારે ગોડાઉનના માલિક તાત્કાલિક ગોડાઉન પર પહોંચી ગયા હતાં. તેમણે પોલીસને જાણ કરી હતી.

ગોડાઉનમાં અવાજ થતાં જ ચોકીદાર જાગી ગયા હતા તેમણે વૃદ્ધ ચોકીદારને માર માર્યો હતો. એક શખસે છરી બતાવી ધમકી આપી હતી. બે શખસો ઉપરના માળે જઈને ત્યાં ઓફિસના તાળા તોડી અંદર રહેલી ૧.૯૫ લાખની રોકડ રકમ લૂંટી લીધી હતી. આ મામલે રાજકોટ ગાંધીગ્રામ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને ચોકીદારની પણ પુછપરછ શરૂ કરી હતી. તેમજ બનાવમાં કોઈ જાણભેદુ સામેલ છે કે કેમ તે સહિતની દિશામાં તપાસ હાથ ધરી છે.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers