Western Times News

Gujarati News

કાઠી દરબાર સમાજના કળા રત્ન પ્રવીણ ખાચર અતુલ્ય વારસો આઈડેન્ટિટી એવોર્ડથી સન્માનિત

(પ્રતિનિધિ) હળવદ, મૂળ બરવાળા તાલુકાના ખાંભડા ગામના વતની એવા કળા પ્રેમી પ્રવીણભાઈ લગધીરભાઈ ખાચર એ મેળવેલ અસંખ્ય સન્માનો થકી બોટાદ,કાઠી દરબાર સમાજ અને શિક્ષક સમાજનુ ગૌરવ વધાર્યુ છે. ત્યારે,તાજેતરમા જ તેઓનુ રાજ્ય કક્ષાના અતુલ્ય વારસો દ્વારા “આઈડેન્ટિટી એવોર્ડ” થકી સન્માન કરવામા આવેલ છે.પ્રવીણભાઈ ખાચર સાથોસાથ ગુજરાતના ગૌરવ સમા ૮૬ કલારત્નોને ‘અતુલ્ય વારસો’ દ્વારા આયોજિત ‘આઇડેન્ટિટી એવોર્ડ’થી સન્માનિત કરવાનો જાજરમાન કાર્યક્રમIndian institute of teacher education Gujarat  (IITE)  ગાંધીનગર મુકામે યોજાયો હતો.

જેમા હિસ્ટોરિકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા કલા,સંસ્કૃતિ, ઇતિહાસ,પુરાતત્વ જેવા ક્ષેત્રમાંથી કોઇપણ ક્ષેત્રે સારી કામગીરી,ફરજ નિભાવી રહેલા અને પ્રચલિત હોય તેવા વ્યક્તિ,સંસ્થા,સમુદાયને પુરસ્કૃત કરવામા આવતા હોય છે.જે પાછળનો હેતુ જણાવતા સંસ્થાના સ્થાપક કપિલ ઠાકરે જણાવ્યુ હતુ કે- “સ્થાનિક સ્તરે ઉચ્ચ કક્ષાની કામગીરી નિભાવનારા અને પોતાના વિસ્તારની ઓળખસમા વ્યક્તિ,સંસ્થા, સમુદાયનુ ગરિમાથી સન્માન થાય, અમને આશા છે કે અમારો આ નાનકડો પ્રયાસ કાર્યરત વ્યક્તિ, સંસ્થા, સમુદાયનો જુસ્સો વધારવામા અને જનસમુદાય સુધી આ ઓળખને પહોંચાડવામા ઉપયોગી સાબિત થશે.

સેવાકીય ક્ષેત્ર,ઇતિહાસ,પુરાતત્વ, કલા-સંસ્કૃતિ,પર્યાવરણ અને જળ સરંક્ષણ,પ્રદર્શિત કરી શકાય તેવી કલાઓ(ચિત્ર,સંગીત,રંગોળી,હસ્તકલા વગેરે) લેખન-પ્રકાશન,હેરીટેજ પ્રવાસન સહિતના વિવિધ ક્ષેત્રના એવોર્ડ વિતરણ કાર્યક્રમ આઇ.આઇ.ટી.ઇ ગાંધીનગર ખાતે આયોજીત કરાવામા આવ્યો હતો.આ વિષયના જ નિષ્ણાતો દ્વારા આ એવોર્ડ એનાયત કરાયા હતા.

જેમા મુખ્ય અતિથિ તરીકે સામાજીક કાર્યકર્તા અનારબેન પટેલ,અતિથિ વિશેષ તરીકે લેખક-ચિંતક કિશોર મકવાણા,ગુજરાત સાહિત્ય અકાદમીના મહામાત્ર ડો.જયેન્દ્રસિંહ જાદવ,હેરિટેજ પ્રવાસન સમિતિના સક્રિય સભ્ય પુંજાભાઈ વાળા, પર્યાવરણવિદ્‌ મનીષ વૈદ્ય ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ દરમ્યાન ટીમ અતુલ્ય વારસો દ્વારા ગુજરાતના સહુ નામાંકિત અને હેરિટેજ પ્રેમીઓની ઉપસ્થિતિમા ‘વાત વતનની’ નામક એક નવા અભિયાનનો શુભારંભ કરાયો હતો.જેમા રાજ્યમા, રાજ્ય બહાર અને દેશ બહાર વસવાટ કરતા વતનના લોકો દ્વારા વતનના વારસાને ઉજાગર કરવા માટેનો એક પ્રયાસ આ અભિયાન દ્વારા પણ શરૂ થનાર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.