Western Times News

Gujarati News

પ્રમુખસ્વામી રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને બોલ્યા કે ‘વિશ્વમાં શાંતિ થાય

વિશિષ્ટ વિડીયો પ્રસ્તુતિઓ ‘એક વિરલ કહાની’ અને ‘સ્ટોરી ઓફ પ્રેયર – ૧૯૯૭ ડેઝર્ટ ’ દ્વારા અખાતી દેશોમાં બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજના વિચરણ, મંદિર સંકલ્પ અને નિર્માણની ગાથાને દર્શાવવામાં આવી.

શ્રી અશોકભાઇ કોટેચાએ અબુધાબીમાં નિર્માણાધીન મંદિરના ઇતિહાસ વિષયક વક્તવ્ય આપ્યું. બી. એ. પી. એસ. ના પૂ. પરમવંદન સ્વામીએ ‘ પ્રાર્થનાની શક્તિ’ વિષયક પ્રવચન કર્યું.

ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ઓફ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગર સ્વામીએ ‘ સ્ટોરી ઓફ ફ્રેન્ડશિપ – બાહરીન કિંગ” પર વક્તવ્ય આપ્યું.

ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ટુ સ્ટોરી ઓફ  હાર્મની ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ ‘ સ્ટોરી ઓફ હાર્મની – વેલિંગ વૉલ ” પર વક્તવ્ય આપ્યું.

ત્યારબાદ ‘ઈન્ટ્રોડક્શન ટુ સ્ટોરી ઓફ  ટ્રાન્સફોર્મેશન – શેખ નહયાન અને મહંત સ્વામી મહારાજ  ’ વિડિયો પ્રસ્તુતિ કરવામાં આવી. બી. એ. પી એસ. ના વરિષ્ઠ સંત પૂ. બ્રહ્મવિહારી સ્વામીએ ‘ સ્ટોરી એન્ડ પાવર ઓફ ટ્રાન્સફોર્મેશન” પર વક્તવ્ય આપ્યું.

અનેક મહાનુભાવોએ પ્રમુખસ્વામી મહારાજના જીવન-કાર્ય-સંદેશને શ્રદ્ધાંજલિ આપતાં વક્તવ્યો આપ્યા હતા.

નિર્માણાધીન અબુધાબી બી. એ. પી. એસ. હિન્દુ મંદિરના ટ્રસ્ટી શ્રી અશોક કોટેચાએ જણાવ્યું,

Ashokbhai Kotecha Volunteer, BAPS Swaminarayan Sanstha

“આજે પણ યાદ છે કે પ્રમુખસ્વામી મહારાજ  એપ્રિલ ૧૯૯૭ માં રણની વચ્ચે ગરમીમાં ઠાકોરજીને લઈને બેઠા હતા અને ભજન ચાલતું હતું. પછી પ્રમુખસ્વામી મહારાજે ધૂન શરૂ કરી અને બોલ્યા કે ‘વિશ્વમાં શાંતિ થાય , વિશ્વનાં દેશો વચ્ચે એકતા થાય  અને અંતે બોલ્યા કે અહી અબુધાબીમાં મંદિરનું નિર્માણ થાય’. આજે અબુધાબીમાં મંદિર નિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે તેની પાછળ પ્રભુને કેન્દ્રમાં રાખીને પ્રમુખસ્વામી મહારાજે કરેલી પ્રાર્થના રહેલી છે.”

BAPSના પરમવંદન સ્વામીએ જણાવ્યું,

Pujya Paramvandandas Swami BAPS Swaminarayan Sanstha

“પ્રમુખસ્વામી મહારાજ અને ગુરુપરંપરાના જીવનમાં પુરુષાર્થની સાથે ભગવાનની પ્રાર્થનાને પણ પ્રાથમિકતા આપી છે. આજે મહંતસ્વામી મહારાજનાના જીવનમાં પણ પ્રાર્થનાની પ્રાથમિકતા જોવા મળે છે અને તેઓ વિશ્વ શાંતિ અને વિશ્વ કલ્યાણની ભાવના સાથે નિયમિત પ્રાર્થના કરે છે.

અબુધાબીનું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ આસ્થાનું સ્થાન છે તેની સાથે સૌહાર્દ અને સંવાદિતાનું કેન્દ્ર પણ છે. ૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇજિપ્તની ધર્મયાત્રા માં ગયા હતા અને ત્યાં મ્યુઝિયમ ઓફ હિસ્ટરીમાં ઇજિપ્તના રાજાઓ માટે પ્રમુખસ્વામી મહારાજે તેમના કલ્યાણ માટે સ્વામિનારાયણ ધૂન કરી હતી.”

BAPS ના વરિષ્ઠ સંત પૂ. વિવેકસાગરસ્વામીએ જણાવ્યું,

Viveksagardas Swami Senior Swami, BAPS Swaminarayan Sanstha

“પ્રમુખસ્વામી મહારાજને બાહરીનના રાજાએ કહ્યું હતું કે “તમે બાહરીનને તમારું ઘર બનાવો અને વારંવાર આવતા રહો” અને ત્યાં પણ સરકારના કાયદા મુજબ હરિમંદિરની  મૂર્તિ પ્રતિષ્ઠા થઈ ગઈ અને અત્યારે સંસ્થાને ૪ એકર જમીન મંદિર નિર્માણ માટે મળી છે.”

BAPS ના વરિષ્ઠ સંત પૂ. આત્મસ્વરૂપસ્વામીએ જણાવ્યું,

Atmaswarupdas Swami BAPS Swaminarayan Sanstha

“૧૯૯૯માં પ્રમુખસ્વામી મહારાજ ઇઝરાયેલની વેલિંગ વોલ જોવા હતા હતા અને ત્યાં જઈને પ્રમુખસ્વામી મહારાજે ૨ ફૂલ પુષ્પો મૂકીને પ્રાર્થના કરી હતી.પ્રમુખસ્વામી મહારાજને પૂછવામાં આવ્યું કે કેમ ૨ પુષ્પો મૂક્યા ત્યારે પ્રમુખસ્વામી મહારાજે જવાબ આપતા કહ્યું કે , ” ૧ પુષ્પ અત્યાર સુધી તે સ્થળ પર આવેલા લોકો એ કરેલી બધી પ્રાર્થનાની પરિપૂર્તિ થાય અને બીજું પુષ્પ ભવિષ્યમાં આવનાર લોકો જે પ્રાર્થના કરે તેની પણ પરિપૂર્તિ થાય એવી ઉદ્દાત ભાવના પ્રમુખસ્વામી મહારાજની હતી.”

અબુ ધાબી ઈન્વેસ્ટમેન્ટ કાઉન્સીલના પૂર્વ CEO, શ્રી નજમ અલ કૂદસીએ જણાવ્યું,

Mr. Nazem Al-Kudsi Former CEO – Abu Dhabi Investment Council

“આજથી ૧૦ વર્ષ પહેલાં મે પ્રમુખસ્વામી મહારાજના દર્શન અમદાવાદ સ્થિત શાહીબાગ સ્વામિનારાયણ મંદિરમાં કર્યા હતા એ દિવસ મારા માટે ખૂબ જ પુણ્યનો દિવસ હતો.

પ્રમુખસ્વામી મહારાજના વ્યક્તિત્વની મારા પર ખૂબ જ ઊંડી અસર પડી હતી. અક્ષરધામ મંદિર હુમલા વખતે પ્રમુખસ્વામી મહારાજે આપેલો શાંતિ નો સંદેશો એ ખૂબ જ પ્રભાવક હતો. પ્રમુખસ્વામી મહારાજનો પ્રભાવ એવો છે કે આજે સાઉદી અરેબિયામાં પણ લોકો હિન્દુ શાસ્ત્રોનો અભ્યાસ કરી રહ્યા છે. પ્રમુખસ્વામી મહારાજ અને એ પી જે અબ્દુલ કલામ સાહેબની મિત્રતા અનોખી હતી.”

સિપ્રોમેડ ગ્રુપ, માડાગાસ્કરના ચેરમેન & સીઇઓ શ્રી ઇલિયાસ અકબર અલીએ જણાવ્યું,

Mr. Ylias Akbaraly Chairman & CEO – Groupe Sipromad, Madagascar

“પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં હાજર રહેવા મળ્યું અને મહંત સ્વામી મહારાજના દર્શન કરવા મળ્યા એ મારા માટે ખૂબ જ સૌભાગ્યની વાત છે. આ પ્રમુખસ્વામી મહારાજ નગરને જોઈને હું ખૂબ જ અભિભૂત છું , અહીંની સ્વચ્છતા , પ્રબંધન , સમર્પણ વગેરે અદ્ભુત છે. પ્રમુખસ્વામી મહારાજે આપણને શાંતિ , સંવાદિતા, ,ભલાઈ , પ્રેમ વગેરે ના પાઠ શીખવ્યા છે અને તે બધું આ નગરમાં જોવા મળે છે.

હું બાળકોને કહેવા માગું છું કે ,’પ્રમુખસ્વામી મહારાજે બતાવેલા આદર્શો અને મૂલ્યો ક્યારેય ભુલતા નહી અને જો તેનું પાલન કરશો તો જીવનમાં ખૂબ જ આગળ વધશો.’ વિશ્વભરમાંથી આવેલા ૮૦,૦૦૦ સ્વયં સેવકોનું સમર્પણ જોઈને હું નતમસ્તક છું કારણકે પ્રમુખસ્વામી મહારાજના આશીર્વાદ વગર આ શક્ય નથી.

અબુધાબીમાં બની રહેલું સ્વામિનારાયણ હિન્દુ મંદિર એ પ્રમુખસ્વામી મહારાજનો વારસો છે અને આ મંદિર બે અલગ અલગ સંસ્કૃતિને એક મંચ પર લાવશે. પ્રમુખસ્વામી મહારાજે અક્ષરધામ હુમલા પછી શાંતિ સંદેશો આપીને વિશ્વભરમાં માણસાઈનો સંદેશ પહોંચાડ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.