Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

વિકી કૌશલ અને કેટરિના કૈફે સિદ્ધિ વિનાયકમાં દર્શન કર્યા

મુંબઈ, વિકી કૌશલ અને કેટરિના કૈફે નવા વર્ષની શરૂઆત સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શન કરવાથી કરી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફ સવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યા હતા. વિકી કૌશલનાં મમ્મી વીણા કૌશલ પણ તેમની સાથે ગણપતિ ભગવાનના દર્શન માટે પહોંચ્યા હતા. વિકી અને કેટરિનાની સિદ્ધિવિનાયક મંદિરમાં દર્શનની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

મંદિરમાં દર્શન કરવા પહોંચેલી કેટરિના કૈફ મેકઅપ વિના જાેવા મળી હતી. તેણે ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો હતો. જ્યારે વિકી કૌશલે વ્હાઈટ રંગનું શર્ટ અને બેજ રંગનું પેન્ટ પહેર્યું હતું. વિકી અને કેટરિના ભગવાન ગણેશની ભક્તિમાં લીન દેખાયા હતા. મંદિરના પૂજારીએ વિકી-કેટરિના અને વીણા કૌશલને ખાસ ખેસ અને મૂર્તિનું પોટ્રેટ ભેટમાં આપ્યું હતું.

ઉલ્લેખનીય છે કે, વિકી અને કેટરિના પરિવાર અને મિત્રો સાથે ક્રિસમસ મુંબઈમાં ઉજવી હતી. જે બાદ કપલ ટૂંકા વેકેશન માટે રાજસ્થાન પહોંચ્યા હતા. નવા વર્ષના આગલા દિવસે તેઓ રાજસ્થાનથી પાછા આવ્યા હતા. હવે નવા વર્ષે વિકી અને કેટરિનાએ ભગવાન ગણેશના દર્શન કરીને શરૂઆત કરી હતી. વર્કફ્રંટની વાત કરીએ તો, કેટરિના કૈફ વિજય સેતુપતિ સાથે ફિલ્મ ‘મેરી ક્રિસમસ’માં જાેવા મળશે.

આ સિવાય સલમાન ખાન અને ઈમરાન હાશ્મી સાથે ફિલ્મ ‘ટાઈગર ૩’માં દેખાશે. ઉપરાંત કેટરિના પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ છે.

આ ફિલ્મમાં તે આલિયા ભટ્ટ અને પ્રિયંકા ચોપરા સાથે જાેવા મળશે. વિકી કૌશલની વાત કરીએ તો તે મેઘના ગુલઝારની ફિલ્મ ‘સેમ બહાદુર’માં જાેવા મળશે. આ ફિલ્મમાં વિકી કૌશલ સાથે ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા છે. આ સિવાય વિકી સારા અલી ખાન સાથે લક્ષ્મણ ઉટેકરની અનામી ફિલ્મ અને આનંદ તિવારીની આગામી ફિલ્મમાં જાેવા મળશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers