Western Times News

Gujarati News

ગયા વર્ષે ભારતના આ મંદિરને મળ્યું સૌથી વધુ દાન

प्रतिकात्मक

મુંબઈ, મહારાષ્ટ્રના શિરડી સાઈ મંદીર દર વર્ષે લાખોની સંખ્યામાં ભાવીકો દર્શનાર્થે આવતાં હોય છે. અહી આવનારા શ્રધ્ધાળુઓ ખુલ્લા મને દાનનો ધોધ પણ વહાવે છે. સાઈ ટ્રસ્ટ દ્વારા વર્ષ ર૦રરમાં મળેલ દાનની માહિતી જાહેર કરાઈ છે. મંદીર ટ્રસ્ટ મુજબ ર૦રરમાં સાઈ મંદીરને ૪૦૦ કરોડથી વધુનું દાન મળ્યું છે. ન્યુયરના દિવસોમાં આઠ લાખથી વધુ ભાવીકોએ શિરડીના દર્શન કર્યા છે.

શ્રી સાઈ મંદીર ટ્રસ્ટના સીઈઓઅની જણાવ્યા અનુસાર ૪૦૦,૧૭,૬૪,ર૦૧ રૂપિયા ર૦રરમાં દાનપેટે મળ્યા છે. પચ્ચીસમી ડીસેમ્બરે ન્યુરના દિવસોમાં જ ૧૭.૮૧ ટકા કરોડનુંદાન પ્રાપ્ત થયું છે. ૧૬૭.૭૭ કરોડ રૂપિયા દાન પેટીમાં તો ૭૪ કરોડથી વધુની રકમ કાઉન્ટર રસીદ દ્વારા મળી છે.

ટ્રસ્ટને ઓનલાઈન પેમેન્ટ ચેક મની ઓર્ડરથી ૧૪૪ કરોડથી વધુરકમ મળી છે. જાે કે તેમાં સોના ચાંદીના દાગીનાી રકમ પણ સમાવીષ્ટ છે. ર૦રરમા સાઈબાબાને ર૬ કિલોથી વધુ સોનું મળ્યું જેની કિમત ૧ર કરોડ રૂપિયાથી વધુની છે. તો આશરે ૧.પ કરોડ રૂપિયાથી વધુની કિંમતનું ૩૩૦ કિલોગ્રામ-ચાંદી વિવિધ માધ્યમે પ્રાપ્ત થયું છે.

ટ્રસ્ટને દાનમાં મળતી રકમમાંથી મંદીરના હજારો કર્મચારીઓના પગાર ચુકવાય છે તો ટ્રસ્ટ વતી બે હોસ્પિટલ અને શિક્ષણ સંસ્થા પણ ચલવાય છે. જયાં નિઃશુલ્ક સારવાર દવા અને શિક્ષણ અપાય છે.

વળી દરરોજ પ૦ હજારથી એકલાખ ભકતો માટે ભોજનાલય પણ ચલાવાય છે. આ તમામ કાર્યમાં દાનમાં પ્રાપ્ત થતી રકમ ખર્ચાય છે. દાનની રકમની ગણતરી માટે બહુ મોટી સંખ્યામાં સ્ટાફને કામે લગાડાયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.