Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

BAPSના પ્રમુખ તરીકે પ્રમુખ સ્વામીએ પ્રતિજ્ઞા લીધી ત્યારે જાતે હરિભક્તોના વાસણ ઉટક્યા હતા

ગુરુપદે આવ્યાના  ૪૫ વર્ષમાં  પ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ (મંદિરો, સ્કૂલો, હોસ્પિટલો, છાત્રાલયો) સ્થાપ્યા.

BAPSના પૂ. જ્ઞાનવત્સલ સ્વામીએ જણાવ્યું, “ આપણે સૌએ પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી સર્વસમાવેશકતાનો ગુણ શીખી શકીએ છીએ. BAPS સંસ્થાની કોઈ પણ પ્રવૃત્તિનો નિર્ણય લેતી વખતે, પ્રમુખસ્વામી મહારાજ સૌને સૂચન આપવા માટે પ્રેરિત કરતાં અને યોગ્ય સૂચનના અમલીકરણ માટે પ્રોત્સાહિત કરતા.

જ્યારે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનું આયોજન થયું, ત્યારે પ્રમુખસ્વામી મહારાજના જીવનમાંથી આ ગુણ અનુસાર  સર્વેના વિવિધ સૂચનો આવકારવામાં આવ્યા.

પોતાના અહંકારનો ત્યાગ કરીને ‘સર્વન્ટ લીડરશિપ’ નો ગુણ સૌએ અપનાવવો જોઈએ. 21 મે, ૧૯૫૦ ના રોજ જ્યારે પ્રમુખસ્વામી મહારાજે BAPSના પ્રમુખ તરીકે પ્રતિજ્ઞા લીધી ત્યારે હરિભક્તોના વાસણ ઉટક્યા હતા. સતત ૬૫ વર્ષ સુધી પ્રમુખસ્વામી મહારાજે નિર્વિવાદ નેતૃત્વ પૂરું પાડ્યું.

ગુરુપદે આવ્યાના  ૪૫ વર્ષમાં  પપ્રમુખસ્વામી મહારાજે ૧૭,૦૦૦ ગામોમાં, ૨૫૦,૦૦૦ ઘરોમાં વિચરણ કર્યું, ૭,૫૦,૦૦૦ કરતાં વધુ પત્રોના પ્રત્યુતર આપ્યા, ૧૩૦૦ સંસ્થાઓ (મંદિરો, સ્કૂલો, હોસ્પિટલો, છાત્રાલયો) સ્થાપ્યા. પ્રમુખસ્વામી મહારાજ ૨૫,૦૦૦ કરતાં વધુ લોકોને નામ સાથે ઓળખતા. તેમના દ્વારા દીક્ષિત ૧૧૦૦ કરતાં વધુ સંતોની તેમની સાથે ઘણી સ્મૃતિઓ હતી.”

Copyright © All rights reserved. | Developed by Aneri Developers