Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

હાલ દીકરીનો ચહેરો નથી બતાવવા માગતા આલિયા ભટ્ટ અને રણબીર

મુંબઈ, બોલિવુડના સ્ટાર કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર ૬ નવેમ્બર ૨૦૨૨ના રોજ દીકરીના પેરેન્ટ્‌સ બન્યા હતા. દીકરીના જન્મના થોડા દિવસ બાદ કપલે તેનું નામ રાહા પાડ્યું હોવાની જાહેરાત કરી હતી. રાહાનો જન્મ થયો ત્યારથી જ આલિયા અને રણબીર તેને લઈને ખૂબ પ્રોટેક્ટિવ થઈ ગયા છે.

દીકરીનો ચહેરો દુનિયા સામે ના આવે તે માટે તેઓ હવે અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીના પગલે ચાલી રહ્યા છે. હાલમાં જ આલિયા અને રણબીરે મીડિયાના ફોટોગ્રાફર્સ સાથે મુલાકાત ગોઠવી હતી. તેમને દીકરીની તસવીર ક્લિક ના કરવાની વિનંતી કરી હતી.

શનિવારે સાંજે આલિયા અને રણબીરે નીતૂ કપૂર સાથે મળીને ફોટોગ્રાફર્સ સાથે એક અનૌપચારિક મીટિંગ કરી હતી. જેમાં તેમણે ફોટોગ્રાફર્સને દીકરી રાહાનો ફોટો ના પાડવાની વિનંતી કરી હતી. રણબીરે કહ્યું હતું કે, રાહાના શરૂઆતના વર્ષો દરમિયાન તેઓ તેને લઈને પ્રોટેક્ટિવ રહેવા માગે છે.

બાદમાં જ્યારે રાહા મોટી થશે અને તે સોશિયલ મીડિયા પર આવવા માગશે તો ચોક્કસથી તેની ઈચ્છાને માન આપશે પરંતુ અત્યારે પેરેન્ટ્‌સ તરીકે તેઓ દીકરીને દુનિયાથી નજરથી સુરક્ષિત રાખવા માગે છે.

આલિયાએ આગળ કહ્યું કે, તે સંપૂર્ણપણે માને છે કે, મીડિયાના ફોટોગ્રાફર્સ ફક્ત પોતાનું કામ કરી રહ્યા છે પરંતુ રાહા અત્યારે નાનકડી છોકરી છે જેણે હજી તો પોતાના મમ્મી-પપ્પાના ચહેરા પણ ઓળખવાની શરૂઆત કરી છે. હજી તેને ફેમ અને સેલિબ્રિટીની જિંદગી અંગે કશી જ સમજણ નથી. એટલે જ કપલ ઈચ્છી રહ્યું છે કે, હાલ પૂરતી તેમની દીકરીની તસવીરો મીડિયામાં ના આવે.

આલિયાએ સ્વીકાર્યું કે તે અને રણબીર અત્યારે નર્વસ છે કારણકે આ તેમનું પહેલું સંતાન છે. માટે જ તેઓ વિશેષ તકેદારી રાખવા માગે છે. કપલે મીડિયાના ફોટોગ્રાફર્સને ખાતરી આપી કે તેઓ હંમેશા તેમને પોઝ આપશે અને ક્યારેય ના નહીં પાડે. પરંતુ તેઓ રાહાની તસવીરો ના ખેંચે.

નીતૂ કપૂર પણ રણબીર-આલિયા સાથે હાજર હતાં ત્યારે તેમણે પણ ફોટોગ્રાફર્સને પૂછ્યું હતું કે, સ્ટાર કપલ સામે કોઈ ફરિયાદ તો નથી ને? ફોટોગ્રાફર્સે સ્વીકાર્યું કે, નીતૂ કપૂર તેમના ફેવરિટ છે.

દરમિયાન, આલિયાએ એવી પણ સલાહ આપી કે જાે રાહાની તસવીર ભૂલેચૂકે ક્લિક થઈ જાય તો તેઓ હાર્ટ ઈમોજી કે અન્ય કોઈ ગ્રાફિક સાથે તેનો ચહેરો છુપાવી દે.

રણબીર-આલિયાએ એમ પણ કહ્યું કે, તેઓ ફેન ક્લબ્સને પણ વિનંતી કરશે કે રાહાની તસવીરો વાયરલ ના થવા દે. કપલે કહ્યું કે, તેમને જ્યારે લાગશે યોગ્ય સમય છે ત્યારે તેઓ દુનિયાને રાહાનો ચહેરો દેખાડશે. તેઓ પણ રાહાને પોતાની દીકરી તરીકે દુનિયા સમક્ષ રજૂ કરવાની ક્ષણને યાદગાર બનાવવા માગે છે.

મીડિયાના ફોટોગ્રાફર્સે આલિયા-રણબીરની વિનંતી સ્વીકારી હતી ત્યારે કપલે પણ ઓફ ધ રેકોર્ડ તેમને દીકરીનો ફોટો બતાવ્યો હતો. રાહાની તસવીર જાેઈને ફોટોગ્રાફર્સને લાગ્યું કે તે રણબીર જેવી દેખાય છે. ત્યારે આલિયાએ તરત કૂદી પડતાં કહ્યું કે, તે થોડી તેના પર પણ ગઈ છે. આલિયાએ દાવો કર્યો કે, મીડિયાના ફોટોગ્રાફર્સ પહેલા છે જેમણે રાહાનો ફોટો જાેયો છે.

કપલ વિશેષ તકેદારી રાખી રહ્યું છે અને તેના પગલે તેઓ વોટ્‌સએપ પર પણ દીકરીનો ફોટો કોઈની સાથે શેર નથી કરતા. એટલે જ મીડિયાના ફોટોગ્રાફર્સને રાહાની તસવીર બતાવવાની ક્ષણ તેમના માટે ખાસ રહી હતી.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers