Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

લીંબડી-અમદાવાદ હાઇવે પર ઊભેલા ટ્રક પાછળ બસ ઘુસી

સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરના લીંબડી-અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલી ટ્રક પાછળ બસ ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. ખાનગી લક્ઝરી બસમાં સવાર અંદાજે ૮થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.

જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો પણ સર્જાયા હતા. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી. મોડીરાત્રે લીંબડી અમદાવાદ હાઇવે પર ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો.

જનશાળી ગામના પાટિયા પાસે ઉભેલ બંધ ટ્રક પાછળ ખાનગી લક્ઝરી બસ ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર અંદાજે ૮થી વધુ મુસાફરોને ઈજાઓ પહોંચતા ત્રણ ૧૦૮ મારફતે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પોલીસ દોડી આવી હતી અને અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

પ્રાથમિક તપાસમાં જૂનાગઢથી અમદાવાદ તરફ ખાનગી લક્ઝરી બસ જઇ રહી હતી તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે હાઇવે પર ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક સામાન્ય કરવા પ્રયાસ હાથ ધર્યા હતા. સાથે જ અકસ્માત કયા કારણે થયો, તે મામલે વધુ તપાસ હાથ ધરી છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers