Western Times News

Gujarati News

આરવ ભાટિયાએ માસીની દીકરી સાથે લીધેલી સેલ્ફી થઈ વાયરલ

મુંબઈ, અક્ષય કુમાર અને ટિ્‌વન્કલ ખન્નાનો દીકરો આરવ ભાટિયા લાઈમલાઈટમાં ન રહેતા સ્ટારકિડ્‌સમાંથી એક છે. અત્યારસુધીમાં ખૂબ ઓછી વખત તે કેમેરામાં કેદ થતો દેખાયો છે. હાલ, તે તેની વાયરલ થયેલી કેટલીક તસવીરોના કારણે ચર્ચામાં આવ્યો છે, જેમાં તે એક સુંદર છોકરી સાથે જાેવા મળ્યો. આ છોકરી કોણ છે તે અંગે સૌના મનમાં સવાલ થઈ રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, આ ‘મિસ્ટ્રી ગર્લ’નું નામ નાઓમિકા સરણ છે, જે આરવની માસીની દીકરી છે. બંને એકબીજા સાથે ક્લોઝ બોન્ડ ધરાવે છે. આરવ ૨૦ વર્ષનો જ્યારે નાઓમિકા ૧૮ વર્ષી છે, તે ટિ્‌વન્કલની બહેન રિંકી ખન્નાની દીકરી છે. નાઓમિકા સરણનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પ્રાઈવેટ નથી. શનિવારે તેણે આરવ સાથે એક સેલ્ફી શેર કરી હતી.જેમાં આરવ ઈન્ડિગો શર્ટ અને નેકલેસમાં જાેવા મળ્યો હતો.

જ્યારે નાઓમિકાએ સફેદ જ્રેસ અને લોકેટ પહેર્યું હતું. ફોલોઅર્સે બંનેની તસવીર પર પ્રેમ વરસાવ્યો હતો. એક ફેને બંને એક્ટિંગ શરૂ કરે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. તો એકે લખ્યું હતું ‘જે કઝિન્સ સાથે રમે છે, તેઓ હંમેશા સાથે રહે છે’. તો એકે આરવ અને નાઓમિકાની આંખના વખાણ કરતાં લખ્યું હતું ‘તમારા બંનેની આંખો સુંદર છે’. એક શખ્સે ભાઈ-બહેનની આ જાેડીને ‘ફેવરિટ’ ગણાવી હતી.

અન્ય એકે આરવનું ઈન્સ્ટા આઈડી માગ્યું હતું અને તે એક્ટિંગમાં આવવાનો છે કે કેમ તે કન્ફર્મ કરવા કહ્યું હતું. આ તસવીરને ટિ્‌વન્કલ ખન્નાએ પણ લાઈક કરી હતી. નાઓમિકા સરણ રિંકી ખન્ના અને સમીર સરણની દીકરી છે.

રિંકી દિવંગત એક્ટર રાજેશ ખન્ના અને ડિમ્પલ કપાડિયાની નાની દીકરી છે. રિંકી ૧૯૯૯માં પ્યાર મેં કભી કભીથી એક્ટિંગમાં ડેબ્યૂ કર્યું હતું અને ત્યારબાદ ‘જિસ દેશ મેં ગંગા રહેતા હૈ’, ‘મુજે કુછ કહેના હૈ’, ‘યે હૈ જલવા’, ‘જંકાર બીટ્‌સ’ અને ‘ચમેલી’ જેવી ફિલ્મોમાં કર્યું હતું.

મોટી બહેનની જેમ તેણે પણ એક્ટિંગને અલવિદા કહી દીધું હતું. હાલ તે પરિવાર સાથે લંડનમાં રહે છે. આરવ પણ હાલ ઉચ્ચ અભ્યાસ માટે લંડનમાં છે. તે પિતાના પગલે-પગલે એક્ટિંગમાં આવવા માગતો નથી. ગત વર્ષે અક્ષય કુમારે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આરવને ફિલ્મોમાં કામ કરવામાં અને એક્ટર બનવામાં કોઈ રસ નથી. તે તેને સામેલ કરવા માગે છે. પરંતુ તેને કંઈ જાેવું નથી. તેને માત્ર પોતાનું કામ કરવું છે અને ભણવું છે. તેને ફેશન ડિઝાઈનિંગમાં રસ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.