Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

કેટલાય રાજ્યોમાં મૂશળધાર વરસાદની આગાહી કરાઈ

પ્રતિકાત્મક

નવી દિલ્હી, ભારતીય હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવેલા પૂર્વાનુમાનમાં અમુક રાજ્યોમાં કડકડતી ઠંડીથી રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. ૈંસ્ડ્ઢના વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, હાલમાં ૨ પશ્ચિમી વિક્ષોભ એક્ટિવ થઈ ગયા છે, તેના પ્રભાવને લઈને બુધવારે સાઈક્લોનિક સર્કુલેશન બનાવાની સંભાવના છે. જેના કારણે પશ્ચિમી હિમાલય ક્ષેત્રમાં સારો વરસાદ થવાના અણસાર છે.

પંજાબ, હરિયણા, પશ્ચિમી ઉત્તર અને તેને અડીને આવેલા વિસ્તારોમાં પણ વરસાદ થવાની સંભાવના છે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં મૂશળધાર વરસાદ સાથે હિમપાત પણ થઈ શકે છે. હવામાન વિભાગે ઉત્તર પશ્ચિમ ભારતાન અમુક ભાગોમાં ન્યૂનત્તમ તાપમાનમાં વધારો થવાની વાત પણ કહી છે. બીજી તરફ બિહારને હાલમાં શીતલહેરથી થોડી રાહત મળતી દેખાઈ રહી છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર, પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ થવાથી ૧૧ જાન્યુઆરી ૨૦૨૩ના ચક્રવાત જેવી મૌસમી દશા બનવાની સંભાવના છે. તેને લઈને ૧૪ જાન્યુઆરી સુધી રાજ્યમાં પશ્ચિમી હિમાલયી વિસ્તારમાં હળવાથી સારો વરસાદ થવાની આશા છે.

ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં બરફવર્ષા પણ થશે. પશ્ચિમી વિક્ષોભના કારણે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને તેને અડીને આવેલા વિસ્તારોમાં ૧૧થી ૧૩ જાન્યુઆરીની વચ્ચે વરસાદ થવાના અણસાર છે. જમ્મુ કાશ્મીરમાં ૧૧થી ૧૨ જાન્યુઆરીની વચ્ચે ક્યાંક ક્યાંક મૂશળધાર વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરી છે.

જ્યારે હિમાચલ પ્રદેશમાં પણ ૧૨ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ વરસાદની સાથે હિમપાત થવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. પશ્ચિમ વિક્ષોભ એક્ટિવ થવાથી ઉત્તર પશ્ચિમ ભારતના મોટા ભાગમાં વરસાદ થવાના અણસાર છે.

વાદળ છવાયેલા રહેવાના કારણે આ વિસ્તારોમાં ન્યૂનતમ તાપમાનમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી છે. હવામાન વિજ્ઞાનિઓની કહેવું છે કે, ઉત્તર પશ્ચિમના મોટા ભાગના ન્યૂનતમ તાપમાનમાં ૨થી ૪ ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો થઈ શકે છે. તેના કારણે આ વિસ્તારમાં આગામી ૩ દિવસ સુધી શીતલહેર રહેવાની સંભાવના છે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers