Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

૧૨માં ધોરણની પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા ૭૫ ટકા અંકની જરુરિયાત હશે

નવી દિલ્હી, શિક્ષણ મંત્રાલયે વિદ્યાર્થીઓને મોટી રાહત આપી છે. સૂત્રોના દ્વારા જાણવા મળ્યું છે કે, દરેક શિક્ષણ બોર્ડના ટોપ ૨૦ પર્સેંન્ટાઈલ વિદ્યાર્થીઓને હવે આઈઆઈટી અને એનઆઈટીમાં પ્રવેશ લેનારાઓ પાત્ર અને જેઈઈ એડવાંસ માટે હાજર રહેશે.

ભલે તેણે ૧૨મા ધોરણમાં ૭૫ ટકા માર્ક્‌સ મેળવ્યા ન હોય. આપને જણાવી દઈએ કે, આ ર્નિણય જેઈઈ (એડવાંસ્ડ) માટે પાત્રતા માપદંડ માટે ઢીલ આપવાની સતત માગને જાેતા આવ્યો છે, જેના માટે સંબંધિત શિક્ષણ બોર્ડ દ્વારા આયોજીત ૧૨માં ધોરણની પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા ૭૫ ટકા અંકની જરુરિયાત હશે.

સૂત્રોએ જણાવ્યું છે કે, ૨૦ પર્સેન્ટાઈલ માપદંડ એ ઉમેદવારોને મદદ કરશે, જે ધોરણ ૧૨માં કુલ ૭૫ ટકાથી ઓછા છે. કેટલાય રાજ્યોમાં બોર્ડમાં ટોપ ૨૦ પર્સેન્ટાઈલ ઉમેદવારોમાંથી કેટલાય ૭૫ ટકા અથવા ૩૫૦ અંકથી ઓછા સ્કોર લાવે છે. સૂત્રોએ કહ્યું કે, મંત્રાલયે ર્નિણય કર્યો છે કે, જાે કોઈ ઉમેદવાર ટોપ ૨૦ પર્સેન્ટાઈલમાં છે, તો તે પાત્ર છે.

આપને જણાવી દઈએ કે, જેઈઈ મેનના પ્રથમ તબક્કા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન ૧૨ જાન્યુઆરી સમાપ્ત થશે. પરીક્ષા ૨૪થી ૩૧ જાન્યુઆરી વચ્ચે આયોજીત થશે.

જાણકારી અનુસાર, કેન્દ્રીય સીટ ફાળવણી બોર્ડના માધ્યમથી એનઆઈટી, આઈઆઈટી અને સીએફટીમાં બીઈ/બીટેક/બીએચઆરચ/બીપ્લાનિંગ કાર્યક્રમોમાં પ્રવેશ ઓલ ઈંડિયા રેન્ક પર આધારિત હશે, જે ધોરણ ૧૨ની પરીક્ષામાં કુલ મળીને ઓછામાં ઓછા ૭૫ ટકાની વધારે યોગ્યતા સાથે હશે.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers