Western Times News

Gujarati News

ઉતરાણ પછી 608 બિલ્ડીંગોનાં ગટર, પાણી, વીજ જાેડાણ કપાય તેવી સંભાવના

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાતમાં શાહીબાગ દુર્ઘટના પછી ફાયર NOCનું ભૂત ફરી ધૂણ્યું છે. હવે અમદાવાદમાં ૬૦૮ હાઈરાઈઝનાં ગટર, પાણી, વીજ જાેડાણ કપાય તેવી પૂરી સંભાવના છે. જેમાં ઉત્તરાયણ બાદ સોમવારથી ઝુંબેશ શરૂ થાય તેવી સંભાવના છે.

આ માટે એએમસી તંત્રએ ૨૪ બિલ્ડિંગની યાદી પણ તૈયાર કરી લીધી છે. ચાર દિવસ અગાઉ શાહીબાગ ગિરધરનગર સર્કલ પાસે આવેલા ઓર્કિંડ ગ્રીનના સાતમા માળે ફ્લેટમાં આગ લાગવાથી ૧૭ વર્ષીય કિશોરીનું દાઝી જવાના કારણે મોત નિપજ્યું હતું.

આ ઘટના પછી મ્યુનિ. સંચાલિત ફાયર વિભાગને યાદ આવ્યું છે કે, શહેરમાં ૬૦૮ હાઈરાઈ બિલ્ડિંગ છે જેની પાસે ફાયર એનઓસી નથી. એનઓસી વારંવાર નોટિસ છતાં ર્દ્ગંઝ્ર નહીં લેનારા વગરના આ તમામ ફ્લેટ સામે કાર્યવાહી થશે. જેમાં મોટી કાર્યવાહી થઈ શકે છે. હાઈકોર્ટની તાકિદ બાદ એએમસી તંત્રએ હવે મોટા પગલાં ભરવાનો ર્નિણય લીધો છે.

સરકાર એટલી બગડી છે કે ફાયર જાેગવાઈ અનુસાર આ ફ્લેટના પાણી, ગટર અને વીજળી કનેક્શન કાપી નાખવા સુધીના પગલાં લેવા ર્નિણય લેવાયો છે. ત્યાં સુધી કે, ચેરમેન કે સેક્રેટરી સામે ફોજદારી ગુનો દાખલ કરવા ઉચ્ચસ્તરે મંજૂરી લેવાઈ છે. ૨૪ એકમોની યાદી તૈયાર થઈ ચૂકી છે તેમના કનેક્શન કાપી લેવા મ્યુનિ. ઈજનેર વિભાગને યાદી સોંપાઈ છે. જાેકે, તહેવારો હોવાથી તંત્રએ આ મામલે ઢિલાશ દાખવી છે પણ સોમવારથી આ કાર્યવાહી શરૂ થશે.

મંગળવારે હાઈકોર્ટમાં મ્યુનિ.એ એફિડેવિટ રજૂ કર્યું હતું. જેમાં અમદાવાદમાં કુલ ૭૩૯ પ્રાઈવેટ સોસાયટી, હાઉસિંગ બોર્ડની સોસાયટી સહિતની હાઈરાઈઝ રેસિડેન્શિયલ બિલ્ડિંગ પાસે ફાયર એનઓસી નહીં હોવાનું જણાવ્યું હતું. આ પૈકીના ૧૩૧ એકમી ગાંધીનગર વિસ્તારમાં વિસ્તારમાં ફાયર એનઓસી વગરના ૬૦૮ એકમો સામે કાર્યવાહી કરવાની થાય છે. આમ તંત્રએ તૈયારીઓ કરી લીધી છે અને હવે ફક્ત અમલવારી જ બાકી છે.

ફાયરના સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર એનઓસી વગરના આવે છે એકમોને ૩થી વધુ વખત નોટિસ અપાઈ હતી.
જૂન ૨૦૨૧થી ડિસમ્બર-૨૦૨૨ દરમિયાન છેલ્લા દોઢ વર્ષમાં આ બિલ્ડિંગ સંચાલકોને વ્યક્તિગત તેમજ સમાચાર પત્રોના માધ્યમથી જાહેર નોટિસ આપી સત્વરે ફાયર એનઓસી લેવા ફરજ પડાઈ હતી. તેમ છતાં તેમણે ગંભીરતા દાખવી નથી.

તહેવાર બગડે નહીં તે માટે મ્યુનિ.એ ઉત્તરાયણ પછીના સોમવારથી કાર્યવાહી કરવાનો ર્નિણય લીધો છે.  હવે એએમસી તંત્ર વધારે કડક બન્યું છે. ફાયર એનઓસી વગરના રેસિડન્ટ એકમો સામે કાર્યવાહી કરવા ર્નિણય થયો છે. જેમાં આશરે ૨૪ હજાર કુટુંબોને અસર થઈ શકે છે.

પાણી, ગટર અને વીજળી લોકોની પાયાની જરૂરિયાત છે તેનું કનેક્શન જ મ્યુનિ. કાપી કાઢે તો રહીશો માટે મુશ્કેલી સર્જાઈ શકે છે. વારંવાર નોટિસ છતાં સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીએ ફાયર એનઓસી લીધી નથી માટે તેમને ત્રણ મહિના સુધીની જેલ થઈ શકે છે.

જુલાઈ ૨૦૨૨ બાદ શહેરના ૨૫ કોમર્શિયલ એકમો સામે ફાયર એક્ટની જાેગવાઈ હેઠળ ફોજદારી કેસ દાખલ કર્યા હતા જેમાંથી ૨૩એ ફાયર એનઓસી મેળવી લીધી છે, બેની હજુ બાકી છે. જે પણ રેસિડન્ટ એકમો પાસે ફાયર એનઓસી નહીં કોય તેમની વિરૂદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવશે. જાે અમદાવાદમાં કાર્યવાહી થઈ તો તેની સીધી અસર ગુજરાતભરમાં થવાની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.