-૫૧ ડિગ્રીમાં પણ લોકો જાય છે સ્કૂલે, ૧૦ વાગે ઉગે છે સૂર્ય

નવી દિલ્હી, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના પહાડોને છોડીને ઉત્તર ભારતમાં લોકો ન્યૂનતમ પારો એક તી બે ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જતાં પરેશાન થઈ ગયા છે. પણ દુનિયામાં એક એવું પણ ગામ છે, જેનું તાપમાન -૫૧ ડિગ્રી રહે છે. તેથી તેને દુનિયાની સૌથી ઠંડી જગ્યાનો ખિતાબ આપવામાં આવ્યો છે.
પણ અહીં વાત થઈ રહી છે રશિયાના સાઈબેરિયામાં આવેલા ઓમ્યાકોનની, જેન અંટાર્કટિકાની બહારની દુનિયાની સૌથી ઠંડી જગ્યા માનવામાં આવે છે. અહીં સરેરાશ તાપમા – ૫૦ ડિગ્રીની આસપાસ રહે છે. ઠંડીમાં અહીં લોકોના હાલ બેહાલ થઈ જાય છે.
અહીં ઠંડીનું આલમ એવું હોય છે કે, અહીં કોઈ પણ પાક ઉગતો નથી. લોકો મોટા ભાગે માંસ ખાઈને જીવતા રહે છે. રશિયાના મીડિયામાં જણાવ્યા અનુસાર, વર્ષ ૧૯૨૪માં આ જગ્યાનું તાપમાન -૭૨ ડિગ્રી સેલ્સિયસ રેકોર્ડ નોંધાયું હતું. ગામની વસ્તી લગભગ ૫૦૦ જણા વર્ષ ૨૦૧૮ની વસ્તી ગણતરી અનુસાર, અહીં લગભગ ૫૦૦ લોકો રહે છે. આ લોકો પર ફ્રોસ્ટબાઈટ અથવા પાળો પડવાનો ખતરો હંમેશા રહે છે.
જાે કે, આ જગ્યા વિશે એવું પણ કહેવાય છે કે, તેની વસ્તી પહેલાથી ૯૦૦ હતી, પણ જિંદગી જીવવાના પડકાર વચ્ચે અહીંથી લોકો દૂર થતાં ગયા. ઠંડીની સિઝનમાં અહીં બાળકો સરેરાશ -૫૦ ડિગ્રીમાં સ્કૂલે જાય છે. બાદમાં અહીં સ્કૂલ પણ બંધ થઈ જાય છે.
બાળકોને અહીંના તાપમાનના હિસાબે સખ્ત બનાવામાં આવે છે. તેના કારણે ૧૧ વર્ષથી મોટી ઉંમરના બાળકોને ઠંડીથી બચવા માટે -૫૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાનની નીચે ઘરમાં રોકાવાની મંજૂરી હોય છે. ઠંડીમાં દિવસનું તાપમાન -૪૫થી -૫૦ ડિગ્રી સેલ્સિયસ હોય છે.
ત્યારે આવા સમયે પ્રશાસન પણ રેગ્યુલર હેલ્થ ચેક અપ કરાવે છે. અહીં રેંડિયર અને ઘોડાના માંસ ઉપરાંત લોકો સ્ટ્રોગનીના માછલીનું ખૂબ સેવન કરે છે. અહીં ડિસેમ્બર મહિનેમાં સૂરજ ૧૦ વાગે ઉગે છે. એટલા માટે લોકો ખુદ અને પોતાના બાળકો પર ધ્યાન આપે છે.SS1MS