Western Times News

Gujarati News

પ્રમુખસ્વામીને ‘સેઇન્ટ ઓફ સેંચ્યુરી’થી સન્માનવા જોઈએ: ચંદ્રજિતસૂરીજી મહારાજ

Pujya Acharya Chandrajit Suriji Maharaj Jain Dharmaguru

 આદરણીય જૈન ધર્મગુરુ પૂજ્ય આચાર્ય ચંદ્રજિતસૂરીજી મહારાજે જણાવ્યું,  “પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ એ સદીનું સર્વશ્રેષ્ઠ આયોજન છે. શરીરનું જીવન સૂર્યને આભારી છે પરંતુ આત્માનું જીવન સંસ્કાર, સહિષ્ણુતા, સંયમ, આત્મીયતાને આભારી છે.

ભારતીય પરંપરામાં સંતો જ સૂર્ય સમાન છે. હિન્દુ ધર્માંચાર્યોમાં પ્રમુખસ્વામી મહારાજને ‘સેઇન્ટ ઓફ સેંચ્યુરી (Saint of Century)’ થી સન્માનવા જોઈએ તેવું હું દૃઢપણે માનું છું માટે આજે તેમને ભાવાંજલિ આપવા અમે સૌ પદયાત્રા કરીને આ પ્રમુખસ્વામી મહારાજ નગરમાં આવ્યા છીએ.’

પ્રમુખસ્વામી મહારાજ માત્ર સંપ્રદાયના આચાર્ય નહોતા પરંતુ સમષ્ટિના ધર્માચાર્ય હતા. આ પ્રમુખસ્વામી મહારાજ નગરનાં દર્શન કરીને સમગ્ર ભારત વર્ષ સદાચારનું પાલન કરવાનું શરૂ કરશે તેવી મને આસ્થા છે.”

જેકે યોગ (જગદગુરુ કૃપાલુજી યોગ)ના સ્થાપક શ્રી સ્વામી મુકુંદાનંદે જણાવ્યું,

“પ્રમુખસ્વામી મહારાજની મૂર્તિઓને જોઈને મને ભગવાન સ્વામિનારાયણના દર્શન થઈ રહ્યા છે. મે પ્રમુખસ્વામી મહારાજના પણ દર્શન નથી કર્યા પરંતુ અહી હાજર સ્વયંસેવકો અને સંતો ભક્તો તેમજ આ પ્રમુખસ્વામી મહારાજ નગરના કણ કણમાં મને પ્રમુખસ્વામી મહારાજના દર્શન થઈ રહ્યા છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.