ભૂપેન્દ્ર પટેલે સ્વામી વિવેકાનંદના તૈલચિત્ર સમક્ષ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધા સુમન પાઠવ્યા
અમદાવાદ, યુવાનોના આદર્શ અને પ્રેરણા સ્ત્રોત સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતી ‘રાષ્ટ્રીય યુવા દિવસ’ નિમિત્તે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્ર સમક્ષ ભાવ પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
આ પ્રસંગે વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, બળવંતસિંહ રાજપુત, કુવરજીભાઈ બાવળીયા, મતી ભાનુબેન બાબરીયા તેમજ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનશેરીયા, ભિખુસિંહ પરમાર, ધારાસભ્યઓ સહિતના અગ્રણીઓએ પણ સ્વામી વિવેકાનંદજીના તૈલ ચિત્રને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.