Western Times News

Gujarati News

ઝઘડિયાની કંપનીમાંથી ઓવરલોડ માટી ભરેલી ટ્રક ઝડપાઈ

(પ્રતિનિધિ) ભરૂચ, ઝઘડિયા જીઆઈડીસીની આસપાસમાં મોટા પાયે ગેરકાયદેસર રીતે માટી ખનનની પ્રવૃત્તિ માં ચાલે છે. ભૂસ્તર વિભાગ પણ આ બાબતે આંખ આડા કાન કરતી હોય તે સ્પષ્ટ જણાય છે.ઝઘડિયા જીઆઈડીસીમાં આવતા નવા પ્રોજેક્ટમાં પણ મોટા પાયે અનઅધિકૃત રીતે માટી નાખવામાં આવતી હોવાની અનેકો ફરિયાદ ઉઠવા પામી છે.ગતરોજ ઝઘડિયા પોલીસે એક ઓવરલોડ માટી ભરેલું વાહન ઝડપી પાડ્યું છે.

ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઈન્સ્પેક્ટર વી આર ભરવાડે ઝઘડિયા અંકલેશ્વર રોડ પર આવેલ ગુજરાત બોરોસીલ કંપનીમાં ઓવરલોડ માટીના વાહન ચાલતા હતા તે પૈકી એક ટ્રક તપાસતા તેની કાંટા પરચીમાં ૫૩ ટન કરતાં વધુ માટી ભરેલી હોવાનું જણાયું હતું.ઝઘડિયા પોલીસે મોટર વ્હીકલ એકટ હેઠળ ઓવરલોડ માટી ભરેલી ટ્રક ડીટેઈન કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

ઝડપાયેલ ટ્રકમાં ભરેલ માટી બોરોસીલ કંપનીમાં નાંખવામાં આવતી હતી તેની રોયલ્ટી પાસ છે કે નહીં તેની પણ તપાસ હાથધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઉપરાંત ઝઘડિયા જીઆઈડીસી ની આજુબાજુ માંથી પણ હજારો મેટ્રિક ટન માટી નવા આવતા ઉદ્યોગના પ્રોજેક્ટમાં ઠલવાય છે તેની પણ ઝઘડિયા પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.