Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

દહેજની માંગણી કરવાના ગુન્હામાં નાસતા ફરતો આરોપી ઝડપાયો

(પ્રતિનિધિ)ગોધરા. ગોધરા મહીલા પોલીસ સ્ટેશન ના શારીરીક-માનસીક ત્રાસ તથા દહેજની માંગણી કરવાના ગુન્હામાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડે બાતમીના આધારે વડોદરા ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

નાયબ પોલીસ મહાનિરીક્ષક,પંચમહાલ ગોધરા રેન્જ તથા પોલીસ અધિક્ષક નાઓ તરફથી વધુમાં વધુ નાસતા-ફરતા અને વોન્ટેડ આરોપીઓ પકડવા સારૂ સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે આધારે પો.સ.ઇ પેરોલ ફર્લો સ્કવોર્ડ પંચમહાલ-ગોધરા નાઓને બાતમી મળી હતી ગોધરા મહિલા પોલીસ મથક ખાતે દહેજ પ્રતિબંધક ધારા કલમ ૪ મુજબના શારીરીક- માનસીક ત્રાસ તથા દહેજની માંગણી કરવાના ગુન્હામાં નાસતા ફરતા/વોન્ટેડ આરોપી નયનકુમાર મહેન્દ્રભાઈ મુલચંદાની આનંદનગર સોસાયટી,ભુરાવાવ ગોધરા નાનો હાલમા માંજલપુર વડોદરા ખાતે પ્રાઇવેટ નોકરી કરતો હોવાની હ્યુમન સોર્સીસ દ્વારા ચોક્કસ બાતમી મળેલ જે અન્વયે પેરોલ-ફર્લો ટીમને વધુ તપાસ માટે મોકલી આપતા સદર આરોપી માંજલપુર,વડોદરા ખાતેથી મળી આવતા આરોપીને હસ્તગત કરી આગળની વધુ તપાસ માટે ગોધરા મહિલા પોલીસ મથક ખાતે સોંપવામાં આવ્યો હતો આરોપી પોતે પરણિત હોવા છતાં અન્ય યુવતી સાથે પ્રેમસંબંધ હોવાથી છેલ્લા કેટલાક સમયથી ફરાર હોવાથી તેની પત્નીએ સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી હતી.

Copyright © All rights reserved. | Developed by Aneri Developers
Exit mobile version