Western Times News

Gujarati News

ઊડી રહેલા વિમાનનો દરવાજો અચાનક ખુલી ગયો

નવી દિલ્હી, લાગે છે કે, એરલાઈન્સ પર કંઈક વધારે પડતા સંકટના વાદળો ઘેરાયેલા છે. તેથી હવાઈ મુસાફરી કરનારા લોકોએ કંઈક વધારે સતર્ક રહેવાની જરુર છે. ક્યારેય ફ્લાઈટમાં ઝઘડો થઈ જાય છે, તો ક્યારેક બોમ્બ હોવાની સૂચના મળે છે. તો વળી કંઈક બીજી મોટી ગરબડ થઈ જાય છે.

પણ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે અત્યંત ઠંડા વિસ્તારમાં ખૂબ જ ઊંચાઈ પર ઉડતા વિમાનમાં આવી ગરબડ જાેવા મળી છે, જેને લઈને સૌ કોઈ શ્વાસ અધ્ધર થઈ જાય છે. ટિ્‌વટરના @Lyla_lilas પર ઉડતા વિમાનનો એવો વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો દરવાજાે ખુલેલો દેખાય છે. જેમ કે, ફ્લાઈટ ટેક ઓફ કર્યાના થોડી વારમાં આ ઘટના બને છે, જે કેમેરામાં કેદ થઈ ગઈ છે.

જેનાથી ફ્લાઈટમાં સવાર ૨૫ મુસાફરોનો જીવ તાળવે ચોંટી જાય છે. સારી વાત એ છે કે, આ ઘટનામાં કોઈનો જીવ નથી ગયો અને કોઈ નુકસાન થયું નથી. સોશિયલ મીડિયા પર ફ્લાઈટનો જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે, તે એક પેસેન્જરે પોતાના કેમેરામાં કેદ કર્યો છે. જેમાં આપ સ્પષ્ટ જાેઈ શકો છો કે, વિમાનનો દરવાજાે ખુલેલો દેખાય છે. જેના કારણે અંદર આવતી હવાઓથી પડદા ફરકવા લાગ્યા છે.

જે દરમિયાન ફ્લાઈટમાં આ ઘટના થઈ, તે સમયે વિમાનમાં ૨૫ મુસાફરો બેઠા હતા. જે જગ્યા પર આ ફ્લાઈટ ઉડી રહી હતી, ત્યાં તાપમાન -૪૧ ડિગ્રી સેલ્સિયસ હતું. તેથી આપ અંદાજાે લગાવી શકો છો કે, અચાનક દરવાજાે ખુલી જવાથી મુસાફરોની કેવી હાલત થઈ ગશે.

વિમાનનો દરવાજાે ખુલ્યો હતો, તે સામાન ઉતારવા ચડાવવા માટે ઉપયોગમાં લેવાય છે. કહેવાય છે કે, ઘણા બધા મુસાફરોનો સામાન દરવાજાથી નીચે પડી ગયો હતો. એક રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, જે ફ્લાઈટનો ઉલ્લેખ થઈ રહ્યો છે, તે એરો એંટોનોવ- ૨૬ પ્લેન હતું.

જેણે રશિયાના સાઈબેરિયા વિસ્તાર યાકુતિયાના મગનથી ઉડાન ભરી હતી. તેને મગાડન જવાનું હતું. ઘટના ૯ જાન્યુઆરીની છે. પ્લેનનો દરવાજાે ખુલ્યો હોવાની જાણ થતાં પાયલટ આ વિમાનને મગનમાં જ લેંડ કરાવાનો ર્નિણય કર્યો.

સારી વાત છે કે, પ્લેન સુરક્ષિત રીતે લેન્ડ થઈ ગયું. પણ આ દરમિયાન તાપમાન ઘટવા લાગ્યું તો, લોકો થરથર કાંપવા લાગ્યા ગતા. પ્લેન ૨૫ મુસાફરો બેઠા હતા અને કોઈને કંઈ નુકસાન થયું નથી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.