Western Times News

Gujarati News , News in Gujarati , ગુજરાતી સમાચાર, Latest News

ઈવેન્ટમાં ઉર્વશીને જોઈ લોકોએ પાડી પંતના નામની બૂમ

મુંબઈ, ઉર્વશી રૌતેલા પોતાના કામ અને એક્ટિંગ કરતાં રિષભ પંત સાથેના કથિત અફેરના કારણે વધારે ચર્ચામાં રહે છે. ભારતીય ક્રિકેટ ટીમના યુવા ખેલાડીને ૩૦ ડિસેમ્બરે અકસ્માત નડ્યો ત્યારથી એક્ટ્રેસ લાઈમલાઈટમાં છે. પંતના ખબર મળ્યા તરત જ તેણે ટિ્‌વટર પર તેને જલ્દીથી ઠીક થઈ જવાની શુભેચ્છા પાઠવી હતી.

તેમજ જ્યારે તેને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો ત્યારે તેની તસવીર શેર કરી હતી. સોશિયલ મીડિયા પર પણ તે જેવી પોસ્ટ શેર કરે કે લોકો રિષભ પંતનું નામ લઈને ચીડવવાનું શરૂ કરી દે છે.

ઉર્વશી રૌતેલા હાલ તેની અપકમિંગ ફિલ્મ ઉટ્ઠઙ્મંટ્ઠૈિ ફીીટ્ઠિઅટ્ઠટ્ઠના પ્રમોશનમાં વ્યસ્ત છે અને આ માટે તે વિશાખાપટ્ટનમ પહોંચી હતી. અહીંયા યોજાયેલી એક ઈવેન્ટમાં તેણે જેવું સ્પીચ આપવાનું શરૂ કર્યું કે ત્યાં હાજર લોકોએ પંતના નામના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું.

ઉર્વશી રૌતેલાએ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે રેડ કલરની સાડીમાં સ્ટેજ પર સ્પીચ આપી રહી છે. તે બોલવાનું શરૂ કરે છે કે પબ્લિક તરત પંત-પંતની બૂમો પાડવા લાગે છે. એક્ટ્રેસ થોડીવાર માટે ઉભી રહી જાય છે અને ફરીથી સ્પીચ આપવાનું શરૂ કરી દે છે.

પરંતુ લોકો અટકતા નથી. અવાજની વચ્ચે પણ તે ફરીથી બોલવા લાગે છે. વીડિયોમાં તે સુપરસ્ટાર ચિરંજીવીના વખાણ કરતી દેખાઈ. તેણે કહ્યું કે ‘ચિરંજીવી સાથે કામ કરવું મારા માટે મોટી વાત છે. ચિરંજીવીના નામનો અર્થ છે ‘અમર’. તેઓ પોતાના ફેન્સ માટે અમર છે’.

કેપ્શનમાં તેણે લખ્યું છે ‘આ પ્રેમ જ છે, જેના કારણે હું છું’. આ પોસ્ટ પર લોકો ધડાધડ કોમેન્ટ કરવા લાગ્યા. એક યૂઝરે લખ્યું ‘મને કેમ રિષભ રિષભ સંભળાઈ રહ્યું છે’, એક યૂઝરે કોમેન્ટ કરી છે ‘ભીડ રિષભ પંત… રિષભ પંતના નામનો જાપ જપી રહી છે’.

જાે કે, ફેન્સે એક્ટ્રેસના વખાણ કર્યા હતા અને રેડ સાડીમાં તે સુંદર લાગતી હોવાનું કહ્યું હતું તો અમુક ફેન્સે તેને ‘ક્વીન ઓફ બોલિવુડ’ પણ કહી હતી. વાલ્ટેયર વીરય્યા’ની વાત કરીએ તો, ફિલ્મ ૧૩ જાન્યુઆરીએ થિયેટરમાં રીલિઝ થવાની છે, જેમાં ચિરંજીવી, રવિ તેજા અને શ્રુતિ હાસન લીડ રોલમાં છે. આ ફિલ્મમાં ઉર્વશી રૌતેલાનું આઈટમ સોન્ગ છે, જેને લોકો દ્વારા ઘણું પસંદ કરવામાં આવ્યું છે.

આ સોન્ગમાં તે ચિરંજીવી સાથે ડાન્સ કરતી દેખાશે. ઉર્વશી રૌતેલાએ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, મિસ્ટર આરપી તેની રાહ જાેઈને હોટેલની લોબીમાં કલાકો સુધી ઉભો રહ્યો હતો.

તેણે તેને ૧૬-૧૭ મિસ્ડ કોલ પણ કર્યા હતા. આરપી રિષભ પંત જ હોવાની અટકળો શરૂ થતાં ક્રિકેટરે પ્રતિક્રિયા આપી હતી અને ઉર્વશીને ‘બહેન’ તરીકે સંબોધી હતી. આટલું જ નહીં તેનો પીછો છોડી દેવા પણ વિનંતી કરી હતી અને લોકો સસ્તી પ્રસિદ્ધિ માટે કેટલી ઓછી હરકત કરતાં હોય છે તેમ કહ્યું હતું. તો એક્ટ્રેસે પણ તરત જ એક પોસ્ટ કરીને ‘આરપી ભાઈ બોલ બેટ રમવામાં ધ્યાન આપો’ તેમ લખ્યું હતું.SS1MS

Copyright © All rights reserved. | Developed by Aneri Developers